MONEY9: ક્રિપ્ટોથી નિરાશ થયેલાને ડિજિટલ કરન્સીની આશ

| Edited By: | Updated on: Dec 13, 2023 | 12:06 PM

27 મેના રોજ પોતાના એન્યુઅલ રિપોર્ટમાં RBI એ કહ્યું કે તે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC બજારમાં લાવવા માટે ગ્રેડેડ એપ્રોચ એટલે એક તબક્કાવાર અભિગમ અપનાવશે.

MONEY9: ક્રિપ્ટોકરન્સીના ઇન્વેસ્ટર્સ બે બાજુથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. એક બાજુ ક્રિપ્ટો (CRYPTO) બજાર ઘટાડાના તબક્કામાંથી બહાર નથી નીકળી રહ્યું. અને બીજી બાજુ સરકાર અને રિઝર્વ બેંક (RESERVE BANK) આની પર પોતાનો સકંજો કસી રહ્યા છે.  

જુના રોકાણકાર એવી રીતે ફસાયેલા છે કે તેમને બહાર નીકળવાનો રસ્તો નથી મળી રહ્યો અને નવા રોકાણકારોના હાથ કાંપી રહ્યા છે. ક્રિપ્ટોમાં રોકાણ પર એક ફ્લેક્સિબલ પૉલિસીની આશા દૂર દૂર સુધી દેખાતી નથી. સરકાર તો ચૂપ છે પરંતુ RBI દરેક વખતે ઇન્વેસ્ટર્સ અને એક્સચેન્જોની આશા તોડી નાંખે છે. એક ઇન્ટરવ્યૂમાં રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે અમે સતત ક્રિપ્ટો પર ચેતવણી આપતા રહ્યાં છીએ. અને હવે જુઓ ક્રિપ્ટો માર્કેટમાં શું થઇ રહ્યું છે. 

 તેમનો ઇશારો ગયા વર્ષથી ક્રિપ્ટો માર્કેટમાં આવી રહેલા ઝડપી ઘટાડા તરફ હતો. દાસે ફરી એકવાર ચેતવણી આપતા કહ્યું કે, આ એક એવી પ્રોડક્ટ છે જેનું અંડરલાઇંગ કંઇ નથી. આને લઇને મોટો સવાલ છે, તમે તેને કેવી રીતે રેગ્યુલેટ કરશો.  

રિઝર્વ બેંકની આ ચિંતાઓનું માર્કેટ રેગ્યુલેટર સેબી પણ પુનરાવર્તન કરી રહી છે. સેબીએ સરકારને કહ્યું છે કે ક્રિપ્ટો એસેટ્સ સાથે જોડાયેલી રેગ્યુલેટરી વ્યવસ્થા બનાવવી અને રોકાણકારોના હિતોને સુરક્ષિત રાખવાનું સરળ નહીં હોય.

કારણ એ છે કે આ ડિજિટલ એસેટ્સ સંપૂર્ણ રીતે ડિસેન્ટ્રલાઇઝ્ડ છે. રિઝર્વ બેંકના ગર્વનરે કહ્યું કે ક્રિપ્ટો પર RBIની પોઝિશન સ્પષ્ટ છે. આનાથી ભારતની મૉનેટરી અને ફાઇનાન્સિયલ અને મેક્રોઇકોનૉમિક સ્ટેબિલિટીને મોટો ખતરો છે.

તેમણે એમ પણ કહ્યું કે RBI પોતાની વાત સરકારને જણાવી ચુકી છે અને હવે સરકારે આની પર નિર્ણય કરવાનો છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે સરકાર પણ અમારી જેમ જ ચિંતિત છે” એટલે કે રિઝર્વ બેંકના ઇરાદા સ્પષ્ટ છે. રિઝર્વ બેંકનો ઇરાદો ડિજિટલ કરન્સીને લઇને પણ બિલકુલ સ્પષ્ટ છે. 27 મેના રોજ પોતાના એન્યુઅલ રિપોર્ટમાં RBI એ કહ્યું કે તે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC બજારમાં લાવવા માટે ગ્રેડેડ એપ્રોચ એટલે એક તબક્કાવાર અભિગમ અપનાવશે

આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે CBDC નું માળખું RBIની મૉનેટરી પૉલિસી, ફાઇનાન્સિલ સ્ટેબિલિટી અને કરન્સી અને પેમેન્ટ સિસ્ટમ્સના ઉદ્દેશોને અનુરૂપ હશે. આ તબક્કાવાર પ્રક્રિયામાં પ્રૂફ ઑફ કૉન્સેપ્ટ, પાઇલોટ્સ અને લૉન્ચ જેવા તબક્કા હશે.

પ્રૂફ ઑફ કૉન્સેપ્ટમાં એ જોવામા આવશે કે CBDC શું એ રીતે કામ કરી શકશે જે રીતે તેના વિશે વિચારવામાં આવ્યું છે. સાથે જ CBDCને લાવવાના નફા-નુકસાનના પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગયા વર્ષે રિઝર્વ બેંકે CBDCની વ્યાખ્યા પણ કરી હતી. આરબીઆઇએ કહ્યું હતું કે સામાન્ય કરન્સીની જેમ તેનો લેવડ-દેવડમાં ઉપયોગ થશે. પરંતુ તે વર્ચ્યુઅલ ફોર્મમાં હશે. પરંતુ આની સરખામણી ક્રિપ્ટો જેવી ખાનગી કરન્સી સાથે ન કરી શકાય.

કુલ મળીને વાત એ છે કે ક્રિપ્ટો પર રિઝર્વ બેક પોતાના સખત વલણ પર તો ટસની મસ નથી થઇ રહી. અને તેણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે બોલ હવે સરકારની કોર્ટમાં છે. અને તેણે જ આની પર પોતાનો નિર્ણય લેવાનો છે. હવે એ સરકાર પર નિર્ભર કરે છે કે આ મામલે તે ક્યારે કાયદો લાવે છે. કારણ કે આનાથી જ ક્રિપ્ટોના હાલના અને નવા ઇન્વેસ્ટર્સને પોતાની રણનીતિ નક્કી કરવામાં મદદ મળશે.

Published on: Dec 13, 2023 12:05 PM