CAA અંતર્ગત નાગરિકતા મેળવવાનું પોર્ટલ કેટલુ સુરક્ષિત? દસ્તાવેજ વિના નાગરિકતા મળી શકે ? જાણો અમિત શાહે શું કહ્યુ
31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતીઓ કે જે હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી હોય તેઓ ભારતમાં નાગરિકતા માટે અરજી કરી શકશે.જો કે જો દસ્તાવેજ ન હોય તો લોકો અરજી કરી શકશે તે કેમ , કયા લોકો અરજી કરી શકશે અને કયાં સુધી અરજી કરી શકાશે જેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં છે, જેનો અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યો છે.
CAAને લઈને મુસ્લિમો અને વિદ્યાર્થીઓના એક વર્ગમાં ઘણી આશંકાઓ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે 11 માર્ચે, સોમવારે સાંજે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નું જાહેરનામું બહાર તો પાડી દીધુ છે. જો કે તેમાં કોણ અને કેવી રીતે અરજી કરી શકે તેને લઇને લોકોમાં ઘણી મુંઝવણ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ અંગે માહિતી આપી છે.
અમિત શાહે આપ્યા ઉઠતા અનેક સવાલના જવાબ
31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતીઓ કે જે હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી હોય તેઓ ભારતમાં નાગરિકતા માટે અરજી કરી શકશે.જો કે જો દસ્તાવેજ ન હોય તો લોકો અરજી કરી શકશે તે કેમ , કયા લોકો અરજી કરી શકશે અને કયાં સુધી અરજી કરી શકાશે જેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં છે, જેનો અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યો છે.
અમિત શાહે જણાવ્યુ કે, જેમના પાસે દસ્તાવેજ નથી તેમના માટેનો વિકલ્પ આપણે શોધીશુ, પરંતુ જેમના પાસે દસ્તાવેજ છે તે લગભગ 85 ટકા લોકો છે.આ લોકોને અરજી કરવા માટે કોઇ સમય મર્યાદા પણ આપવામાં આવી નથી.લોકો આરામથી પોતાના સમય અનુસાર અરજી કરી શકે છે.આ અરજી દેશની તમામ ભાષામાં કરી શકાશે.ભારત સરકાર વ્યક્તિના સમયની અનુકુળતા પ્રમાણે જ ઇન્ટર્વ્યૂ માટે બોલાવશે.
ફેસ ટુ ફેસ ઇન્ટર્વ્યૂ માટે બોલાવવામાં આવશે
અમિત શાહે જણાવ્યુ તે આ ઇન્ટર્વ્યૂ ફેસ ટુ ફેસ રાખવામાં આવશે. ડોક્યુમેન્ટના ઓડિટ માટે પણ બોલાવવામાં આવશે. તેના માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઇને જવાનું રહેશે.સાથે જ અમિત શાહે જણાવ્યુ કે 15 ઓગસ્ટ 1947થી લઇને 31 ડિસેમ્બર 2014 સુધીમાં જે પણ લોકો ભારત આવ્યા છે, તે અને તેમના બાળકોને ભારત આવકારશે.
જાણો કેવી રીતે નાગરિકતા મેળવી શકાશે
CAAથી ભારતીય નાગરિકતા મેળવવાની સમગ્ર પ્રક્રિયા સરકારે ઓનલાઈન કરી છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજદાર પોતાના મોબાઈલ ફોનથી પણ અરજી કરી શકે છે. અરજી કરતી વખતે અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જે વર્ષે તેઓ ભારતમાં આવ્યા હતા.
નાગરિકતા સંબંધિત આવા તમામ પેન્ડિંગ કેસ ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્રતા ધરાવતા લોકોએ પોર્ટલ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપશે.