Tech Master: ROM શું છે? તમારા ફોનમાં કેવી રીતે કરે છે કામ? ફોન ખરીદતા પહેલા ખાસ ચેક કરો ROM
કેટલાક લોકો તે જાણતા પણ નથી હોતા કે આ RAM અને ROM શું હોય છે. આ સિવાય જો આપણે એવા કેટલાક લોકો વિશે વાત કરીએ જેઓ લાંબા સમયથી સ્માર્ટફોન (Smartphone) અથવા લેપટોપનો ઉપયોગ કરે છે, તો તેઓ તેમના વિશે જાણતા હતા.
ROM નું ફુલ ફોમ રીડ ઓન્લી મેમરી (Read only memory)છે તેના વિશે વાત કરીએ તો તેમાં RAM ની સરખામણીમાં ઉલટુ છે, તે એક ચિપ છે જે બદલી શકાતી નથી. જો તમે એક સમય પછી તેમાં ડેટા સેવ કરો છો, તો તે બદલી શકાશે નહીં. તે ફક્ત રીડ મેમરી તરીકે જોવામાં આવે છે. એટલે કે એકવાર ડેટા સેવ થઈ જાય પછી તે માત્ર વાંચી શકાય છે, તેને બદલી શકાતો નથી. અંગ્રેજીમાં તેને નોન-વોલેટાઈલ સ્ટોરેજ અથવા મેમરી પણ કહેવામાં આવે છે.
આપને જણાવી દઈએ કે કેટલાક લોકો તે જાણતા પણ નથી હોતા કે આ RAM અને ROM શું હોય છે. આ સિવાય જો આપણે એવા કેટલાક લોકો વિશે વાત કરીએ જેઓ લાંબા સમયથી સ્માર્ટફોન (Smartphone) અથવા લેપટોપનો ઉપયોગ કરે છે, તો તેઓ તેમના વિશે જાણતા હતા.
ROM શું છે
આપણા મોબાઈલનો તમામ ડેટા ROM માં સેવ થાય છે, જ્યારે પણ આપણે કોઈ પણ વીડિયો, ફોટો, ડોક્યુમેન્ટ, ઓડિયો, મ્યુઝિક અને કોઈપણ એપ્લીકેશન ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરીએ છીએ ત્યારે તે ROM માં જ હોય છે. તેને (Internal Memory) ઈન્ટરનલ મેમરી પણ. કહેવાય છે. અને આ જ ડેટા RAMમાં કામ કરે છે જે મોબાઈલમાં રનિંગમાં હોય છે અને મોબાઈલનો પાવર બંધ થતાં જ તમામ ડેટા ભૂંસાઈ જાય છે.
ROM પ્રાથમિક મેમરી છે, તે ડેટાને કાયમી ધોરણે સેવ રાખે છે, કોમ્પ્યુટર દ્વારા જે પણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, તે આ મેમરીમાંથી લેવામાં આવે છે, આ મેમરીમાં RAM કરતાં વધુ મેમરી હોય છે. આપણા દ્વારા જે પણ એપ્લીકેશન, સંગીત, ડેટા, ફાઈલો, ગેમ્સ વગેરે ડાઉનલોડ કરવામાં આવે છે તે આ મેમરીમાં સેવ થાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે પણ એપ્લીકેશન, મ્યુઝિક, ડેટા, ગેમ્સ, પીડીએફ ફાઈલો ડાઉનલોડ કરીએ છીએ તે આપણી પ્રાથમિક મેમરી રોમમાં કાયમ માટે સેવ થઈ જાય છે અને જ્યારે આપણા મોબાઈલ કે કોમ્પ્યુટરને કોઈપણ માહિતીની જરૂર હોય ત્યારે તે રોમ અને બાદમાં રેમમાં આવે છે. અને તે માહિતી જેવી કે ગેમ્સ, સંગીત અને તમામ એપ્સ RAM માં કામ કરે છે.
એકંદરે, RAM અને ROM બંને કોઈ પણ મોબાઈલ કે કોમ્પ્યુટરનો મહત્વનો ભાગ છે, તેથી આગલી વખતે જ્યારે પણ તમે મોબાઈલ કે કોમ્પ્યુટર ખરીદવા જાવ ત્યારે ચોક્કસ ધ્યાન રાખો કે તમારે તમારા ફોન/કોમ્પ્યુટરમાં કેટલી RAM અને ROMની જરૂર છે.
ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સીરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM શું હોય છે તેના વિશે વિગતે માહિતી આપી છે જે વાંચવા અહીં ક્લિક કરો, ત્યારે આવી જ રસપ્રદ માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આવા જ વિષયો પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.