Tech Master: શું છે મોબાઈલ પ્રોસેસર ? ફોન ખરીદતા પહેલા ખાસ ચેક કરો Mobile Processor

| Edited By: | Updated on: May 12, 2022 | 8:51 AM

સારું પ્રોસેસર (Best Processor)રાખવાથી તમારા મોબાઈલની સ્પીડ તો વધે જ છે, સાથે જ મોબાઈલની બેટરી માટે સારું પ્રોસેસર હોવું ખૂબ જ જરૂરી છે.

આપણામાંથી મોટાભાગના લોકો જ્યારે પણ નવો સ્માર્ટફોન (Smartphone) લે છે, ત્યારે તેઓ મોટે ભાગે મોબાઈલમાં સારો કેમેરા, સારી બેટરી અને સારો અવાજ હોય એજ જોઈએ છે. મોટાભાગના લોકો મોબાઈલ લેતી વખતે આ બધી બાબતો જ જુએ છે. પરંતુ શું તમે જાણો છો, સ્માર્ટફોન ખરીદતી વખતે એક વસ્તુ સૌથી મહત્વપૂર્ણ હોય છે, અને એ છે તેનું પ્રોસેસર, તમારા મોબાઈલનું પ્રોસેસર તમારા મોબાઈલ માટે ખૂબ જ જરૂરી છે. સારું પ્રોસેસર (Best Processor) રાખવાથી તમારા મોબાઈલની સ્પીડ તો વધે જ છે, સાથે જ મોબાઈલની બેટરી માટે સારું પ્રોસેસર હોવું ખૂબ જ જરૂરી છે.

શું તમે પણ જાણવા માગો છો કે, તમારા મોબાઈલ માટે કયું પ્રોસેસર બેસ્ટ છે. શું છે મોબાઈલ પ્રોસેસર (Mobile Processor).તો અમે અમારી આ ખાસ સીરીઝમાં જણાવવા જઈ રહ્યા છીએ કે કયું પ્રોસેસર બેસ્ટ અને પાવરફુલ છે. કોઈપણ સ્માર્ટફોનની સ્પીડ અને તેમાં ટાસ્કિંગનું સ્તર પ્રોસેસર પર આધારિત છે. એન્ડ્રોઇડની દુનિયામાં પ્રોસેસર કામગીરી સામાન્ય રીતે કોર (Core)પરથી આંકવામાં આવે છે. એન્ડ્રોઇડ ફોનના પ્રોસેસરમાં જેટલા વધુ કોર હશે તેટલું સારું પરફોર્મન્સ હોવાની સંભાવના છે.

જો ત્યાં વધુ કોરો હોય, તો તેમની સહાયથી મલ્ટિટાસ્કિંગ સરળ બનશે, પરંતુ યોગ્ય RAM પણ હોવી જોઈએ. પ્રોસેસરને ફોનના મગજ જેવું કહી શકાય જે તમામ ગતિવિધિઓને નિયંત્રિત કરે છે. તે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, એક ચિપ, જેનું પ્રદર્શન હર્ટ્ઝ, કિલોહર્ટ્ઝ, મેગાહર્ટ્ઝ અને ગીગાહર્ટ્ઝના આધારે માપવામાં આવે છે. જો પ્રોસેસરનો ચિપસેટ સારો હશે તો તમારા ફોનનું પરફોર્મન્સ પણ સારું રહેશે.

સિંગલ કોર શું છે?

આ પ્રોસેસિંગ યુનિટ સિંગલ કોર પર કામ કરે છે. સિંગલ પ્રોસેસિંગ યુનિટ (CPU) હોવાને કારણે તેને મલ્ટી-ટાસ્કિંગ દરમિયાન ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સિંગલ કોર પ્રોસેસર એવા લોકો માટે યોગ્ય રહેશે નહીં જેઓ ગેમિંગને પસંદ કરે છે અથવા એક જ સમયે એક કરતાં વધુ કાર્ય કરવાનું પસંદ કરે છે. તેને બેઝિક પ્રોસેસર કહી શકાય, તેથી તે માત્ર સાદા ઈન્ટરનેટ ઉપયોગ, એપ્સ અને લાઇટ ગેમ્સમાં જ અસરકારક બની શકે છે.

ડ્યુઅલ કોર શું છે?

જ્યારે સિંગલ કોર પ્રોસેસરોમાં કોર યુનિટની સંખ્યા સિંગલ છે, તે ડ્યુઅલ કોરમાં બે છે. અને આ પ્રોસેસરના નામથી જ જાણવા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો ડ્યુઅલ કોર પ્રોસેસર દ્વારા સ્માર્ટફોનના પરફોર્મન્સને બે સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે. અહીં યુઝર એક જ સમયે ઈન્ટરનેટની સાથે સાથે અન્ય કેટલીક એપ્સ પણ એક્સેસ કરી શકે છે. પરંતુ આજના યુગમાં હેવી ટાસ્ક માટે પણ આ યોગ્ય માનવામાં આવતું નથી. એવું કહી શકાય કે ડ્યુઅલ કોર પ્રોસેસર યુઝર્સને બેઝિક કરતાં થોડું સારું પરિણામ આપવા સક્ષમ છે.

ક્વાડ-કોર પ્રોસેસર શું છે?

આ પ્રોસેસરમાં ડ્યુઅલ કોરમાંથી વધારાના બે કોર આપવામાં આવ્યા છે. એટલે કે ડબલ કોર હોવાને કારણે યુઝરને બમણું પરફોર્મન્સ મળે છે. 4 કોર યુનિટ સાથે, તે ઝડપી ડેટા ટ્રાન્સફરમાં મદદરૂપ છે તેમજ આ પ્રોસેસર ગેમિંગ લવર માટે વધુ સારું છે. ગેમની સાથે સાથે કેટલાક હળવા ટાસ્ક પણ તેની મદદથી સરળતાથી કરી શકાય છે. એકંદરે, 4 કોર યૂનિટની મદદથી, વપરાશકર્તાઓ તુલનાત્મક રીતે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખી શકે છે.

હેક્સા કોર શું છે?

હેક્સા કોરમાં 6 કોર છે. તે અગાઉના બે પ્રોસેસર કરતાં પણ વધુ ઝડપથી કામ કરે છે. આ પ્રોસેસર પર મલ્ટિટાસ્કિંગ દરમિયાન ફોન હેંગ ઓછો થશે અને તમે હાઈ ગ્રાફિક્સ ગેમ્સનો આનંદ પણ લઈ શકો છો. ક્વાલકોમ સ્નેપડ્રેગન 808 પણ વધુ સારું હેક્સાકોર પ્રોસેસર ચિપસેટ છે. ગયા વર્ષે લોન્ચ થયેલ Nexus 5X આ ચિપસેટ પર રજૂ કરવામાં આવ્યું છે.

ઓક્ટા-કોર પ્રોસેસર શું છે?

ઓક્ટા-કોરને લેટેસ્ટ પ્રોસેસરમાંથી એક ગણવામાં આવે છે. તેમાં 8 કોર છે. 8 અલગ-અલગ કોર દ્વારા સંચાલિત, આ પ્રોસેસર માત્ર સ્માર્ટફોનની સ્પીડ અને પરફોર્મન્સમાં વધારો કરતું નથી, પરંતુ વીડિયો ડાઉનલોડિંગ, સ્ટ્રીમિંગ, મલ્ટિ-ટાસ્કિંગનો શ્રેષ્ઠ અનુભવ પણ પ્રદાન કરે છે.

મેગાહર્ટ્ઝ (Mhz) શું છે?

મેગાહર્ટ્ઝ (Mhz)એ ગીગાહર્ટ્ઝ (GHz)નું ટૂંકું સંસ્કરણ છે. એક મેગાહર્ટઝ પ્રતિ સેકન્ડમાં એક મિલિયન ફ્રીક્વન્સીઝનું પ્રતિનિધિત્વ કરે છે. માઇક્રોપ્રોસેસરની આ ઝડપને ક્લોક સ્પીડ પણ કહેવામાં આવે છે જે મેગાહર્ટ્ઝમાં માપવામાં આવે છે. જ્યાં શરૂઆતમાં સ્માર્ટફોનમાં 400 MHz અને 500 MHz સુધીના પ્રોસેસરનો ઉપયોગ થતો હતો, હવે GHz વાળા સ્માર્ટફોન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.