Pustak na Pane thi : જો આ રહસ્યની વહેલાં જાણ થઈ ગઈ હોત તો આજે અખંડ ભારત હોત..!
અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.
કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આ સ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
આ પણ વાંચો : Pustak na Pane thi : પાકિસ્તાનને દેશ બનાવવાની પહેલી રજુઆત જીણાએ નહીં તો કોણે અને ક્યારે કરી ?
આ રહસ્યમયી વાત મોટા નેતાઓને ખબર હોત તો…..
અખંડ ભારતએ ભારતના દરેક નાગરિકનું સપનું છે. પણ તે વખતે કોઈ પણ મોટા નેતા એટલે કે નહેરૂ કે ગાંધીજી જેવા લોકોને આ રહસ્યની જાણ થઈ ગઈ હોત તો કદાચ આજે ભારત અખંડ ભારત હોત. જો લોર્ડ માઉન્ટ બેટન, જવાહર લાલ નહેરૂ કે મહાત્મા ગાંધીને એપ્રિલ 1947એ અસાધારણ ગુપ્ત વાતની ખબર હોત તો આજે પાકિસ્તાન અને ભારત અલગ જ ન હોત. એવું તે શું થયું હતું કે એ લોકોને ગુપ્ત વાતની જાણ નહોતી થઈ? અને ખબર પડી ગઈ હોત તો હિન્દના ભાગલા જ ન પડ્યા હોત.