Porbandar Video : અરબી સમુદ્રમાં ભારતીય બોટ અને પાકિસ્તાનના જહાજ વચ્ચે ટક્કર બાદ પાકિસ્તાન મરીન સિક્યુરિટીના કર્મચારી દરિયામાં ડૂબ્યા- સૂત્ર
અરબી સમુદ્રમાં ભારતીય બોટ અને પાકિસ્તાનના જહાજ વચ્ચે અથડામણ થઈ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અથડામણમાં ભારતી માછીમારોની બોટ દરિયામાં પલટી હોવાના પણ સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે.
અરબી સમુદ્રમાં ભારતીય બોટ અને પાકિસ્તાનના જહાજ વચ્ચે અથડામણ થઈ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અથડામણમાં ભારતી માછીમારોની બોટ દરિયામાં પલટી હોવાના પણ સમાચાર સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતીય માછીમારો અને પાકિસ્તાન મરીન સિક્યુરિટીના કર્મચારી દરિયામાં ડૂબ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ 5 ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીને પકડ્યા હોવાના અહેવાલ છે.
બીજી તરફ આ અગાઉ ભારતીય જળ સપાટીમાં શંકાસ્પદ બોટ દેખાતા જ ઓખા કોસ્ટગાર્ડે ઝડપી હતી. જે ઓખા કોસ્ટગાર્ડ જેટી પર પહોંચશે. આ બોટ માત્ર ફિશિંગ કરતી બોટ હતી કે કોઈ અન્ય પ્રવૃતિ તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
( વીથ ઈનપુટ – હિતેશ ઠકરાર )