આજનું હવામાન : ગુજરાતવાસીઓ કાતિલ ઠંડી માટે થઇ જાવો તૈયાર ! હવામાન વિભાગે કરી મોટી આગાહી, જુઓ Video

| Updated on: Nov 19, 2024 | 7:57 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં બે દિવસ વાતાવરણ યથાવત્ રહે તેવી આગાહી કરવામાં આવી છે.જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે.

હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે. તેમજ આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે તે અંગેની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ સુકું રહેશે. રાજ્યમાં બે દિવસ વાતાવરણ યથાવત્ રહે તેવી આગાહી કરવામાં આવી છે.જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે.

રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી વધુ છે. બે દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ ચાર દિવસ બાદ ફરીથી બે ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક પછી ઠંડીની અસર વધુ જોવા મળશે.

ગુજરાત બનશે ઠંડુગાર !

20થી 23 તારીખમાં ઠંડી વધુ જોવા મળશે . ગુજરાતના મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે. ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો અનુભવી શકાય છે. 6થી 7 ડિસેમ્બરના ઠંડા પવન ફૂંકાશે અને 22 ડિસેમ્બરના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. 28 ડિસેમ્બરના લઘુત્તમ તાપમાન ઘટશે. જો વાદળાં આવશે તો તાપમાન વધી જશે. 8થી 10 ડિગ્રી તાપમાન થશે.

રાજ્યમાં ન્યૂનતમ તાપમાન કેટલુ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, બોટાદ, જુનાગઢ, ખેડા, મોરબી, તાપી સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, કચ્છ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા, જામનગર, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.