આજનું હવામાન : ગુજરાતમાં ઠંડા પવનો સાથે કડકડતી ઠંડીની આગાહી, જાણો ક્યો વિસ્તાર બનશે ઠંડોગારો, જુઓ Video

| Updated on: Dec 03, 2024 | 7:58 AM

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ઠંડી પળવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. કચ્છના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ઠંડી પળવાની શક્યતા છે.

રાજ્યમાં તાપમાનનો પારો એકાએક ગગડ્યો

મધ્ય ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 18ડિગ્રી સેલ્સિયસ રહે તેવી સંભાવના છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. 15થી 20 ડિસેમ્બર સુધીમાં બંગાળ ઉપ સાગરમાં લો પ્રેસર બનવાની શક્યતા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ અરવલ્લી, ગાંધીનગર, જામનગર, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, કચ્છ, મોરબી, પાટણ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.