આજનું હવામાન : ગુજરાતવાસીઓ બહાર જતા પહેલા ધાબડા ઓઢીને રાખજો, કડકડતી ઠંડીની આગાહી, જુઓ Video

| Updated on: Nov 28, 2024 | 7:42 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડશે. આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી કહેર મચાવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડશે. આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી કહેર મચાવે તેવી પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં 2- 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ટૂંકાગાળા માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થાય તેવી સંભાવના છે. રાજ્યમાં પૂર્વથી પશ્ચિમ તરફના પવનો આવી રહ્યા છે જેના કારણે તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવનાઓ નથી.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, જુનાગઢ,કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.અમરેલી, દેવભૂમિ દ્વારકા, જામનગર, નવસારી, રાજકોટ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, મહેસાણા, ખેડા, ગાંધીનગર, બોટાદ, ભરૂચ, આણંદ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.