આજનું હવામાન : હાડ થીજવતી ઠંડી માટે ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, આ જિલ્લાઓ ઠંડાગાર બનવાની આગાહી, જુઓ Video

| Updated on: Nov 20, 2024 | 8:02 AM

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતના દરેક જિલ્લામાં 2-3 ડિગ્રી પારો ગગડે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા વધુ 3 ડિગ્રી તાપમાન ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ, બોટાદ, ડાંગ, જુનાગઢ, કચ્છ, મોરબી, નર્મદા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. આગામી 48 કલાકમાં રાજ્યના ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડીની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોરદાર ઠંડી પડે તેવી સંભાવના છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલમાં કડકડતી ઠંડીની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોરદાર ઠંડી પડશે. ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટવાની શક્યતા છે. 21 થી 23 નવેમ્બરમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે.