Railway news: ગુજરાત ગૌરવ યાત્રાના સમાપનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નડિયાદમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન બનાવવાની કરી જાહેરાત
નડિયાદ રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવા માટે રેલ્વે બોર્ડ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે અને આગામી 24 મહિનામાં આ કામ શરૂ થઈ જશે. ગુજરાત ગૌરવ યાત્રામાં નડિયાદ આવેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેન્દ્ર સરકારની ઝડપી નિર્ણય શક્તિના વખાણ કર્યા હતા.
ભાજપની (BJP) ગુજરાત ગૌરવ યાત્રાનું (Gujarat Gaurav Yatra ) ફાગવેલ ખાતે સમાપન થયું હતું. આ નિમિત્તે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnav ) ડબલ એન્જિનની સરકારના કામની પ્રશંસા કરતા જાહેરાત કરી હતી કે જનતાની માંગણીને લઇ સરદાર પટેલની ભૂમિ નડિયાદ (Nadiyad railway station) સ્ટેશનનું નિર્માણકાર્ય વર્લ્ડ કલાસ બની રહેશે.
તેમણે કહ્યું હતું કે આ ભૂમિ સરદાર પટેલની ભૂમિ છે. દેશના નિર્માણમાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય છે ત્યારે આ લાગણી અને માગણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પહોંચાડી તો માત્ર બે કલાકમાં જ વડાપ્રધાને નિર્ણય લઈ નડિયાદ રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસ રેલ્વે સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. વધુમાં તેમણે બુલેટ ટ્રેનના કાર્યની પ્રગતિ અંગે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનનું કામ પણ 96 કિલોમીટર જેટલું પૃરું થયું છે તે આગામી સમયમાં ખૂબ ઝડપથી પૂરું થાય તે માટે તમામ ગતિવિધી પૂરજોશમાં ચાલી રહી છે.
તો નડિયાદ રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવા માટે રેલ્વે બોર્ડ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે અને આગામી 24 મહિનામાં આ કામ શરૂ થઈ જશે. ગુજરાત ગૌરવ યાત્રામાં નડિયાદ આવેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેન્દ્ર સરકારની ઝડપી નિર્ણય શક્તિના વખાણ કર્યા હતા.
ફાગવેલ ખાતે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ , નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ તેમજ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત પ્રદેશ ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રાનું સમાપન થયું હતું.