ગુજરાતનો દરિયાકાંઠો જેટલો રમણીય છે, તેટલો જ સંવેદનશીલ પણ માનવામાં આવે છે. કારણકે અહીં ભારતની દરિયાઇ સરહદ પણ આવેલી છે. દરિયાકાંઠાને સંવેદનશીલ એટલે પણ માનવામાં આવે છે કારણકે ડ્રગ્સ હોય કે હથિયાર કે પછી અન્ય કોઇ ગુનાહિત પ્રવૃત્તિની ઘૂષણખોરી દરિયા કિનારાથી થઇ શકે છે. ત્યારે દરિયાની સુરક્ષા માટે તમામ સુરક્ષા એજન્સીઓ વખતો વખત કવાયત કરતી હોય છે. ત્યારે હાલ દરીયાકાંઠાના 12 જિલ્લાઓમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ યોજાઇ રહ્યુ છે.
આ પણ વાંચો-Breaking News : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, કતલખાનાઓ કાયદાઓ અને ખાદ્ય સુરક્ષા ધોરણનું પાલન કરે
દરિયાકાંઠેથી થતી ડ્રગ્સની હેરાફેરીની પ્રવૃતિને રોકવા અને દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા સુરક્ષા એજન્સીઓએ વિશેષ કવાયત હાથ ધરી છે. આજથી બે દિવસ રાજ્યના દરીયાકાંઠાના જીલ્લાઓમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ યોજાઇ રહ્યુ છે. કચ્છથી વલસાડ સુધીના 12 જીલ્લામાં આ કવાયત હાથ ધરાઈ છે. જેમાં કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, કસ્ટમ અને IB સહિતની સુરક્ષા એજન્સી જોડાઈ છે.
વર્ષમાં બે વાર સાગર સુરક્ષા કવચનું આયોજન થાય છે. સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા આ કવાયત કરવામા આવે છે. જેમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું શક્તિપ્રદર્શન જોવા મળશે. સતત 48 કલાક સુધી અહીં આવતી જતી બોટ તેમજ વ્યક્તિઓનું ચેકિંગ કરાશે. તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન થઇ શકે તે પ્રકારની આ કવાયત કરવામાં આવી રહી છે.
(વિથ ઇનપુટ- દિવ્યેશ વાયડા, જામનગર)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…