મોરબી બ્રિજ દુર્ઘટનાનો કેસ, હાઇકોર્ટે આરોપી જયસુખ પટેલના જામીન પર ચુકાદો અનામત રાખ્યો

|

Dec 13, 2023 | 5:17 PM

હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રખાયો હતો. સરકાર પક્ષે આજે જવાબ રજૂ કરાયો હતો. જેમાં કોર્ટમાં રજૂઆત થઈ કે આ ગંભીર મુદ્દો છે. આ કેસમાં આરોપીને જામીન આપી ન શકાય. તો પીડિત પક્ષ તરફથી પણ દલીલ કરાઈ હતી કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે. જામીન ન મળવા જોઈએ.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં આરોપી જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી થઈ. તમામ દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રખાયો હતો. સરકાર પક્ષે આજે જવાબ રજૂ કરાયો હતો. જેમાં કોર્ટમાં રજૂઆત થઈ કે આ ગંભીર મુદ્દો છે. આ કેસમાં આરોપીને જામીન આપી ન શકાય. તો પીડિત પક્ષ તરફથી પણ દલીલ કરાઈ હતી કે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે. જામીન ન મળવા જોઈએ.

આ પણ વાંચો ‘ઢોર નિયંત્રણ નીતિની આડમાં પશુઓના મોત હશે તો ચલાવી લેવાશે નહીં’, હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી

આગાઉ આરોપી જયસુખ પટેલે યોગ્ય શરત પર નિયમિત જામીન આપવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જયસુખ પટેલે રજૂઆત કરી હતી કે મેં માત્ર લોકોની સેવા માટે પ્રોજેક્ટ લીધો હતો, કોઈ સ્વાર્થ ન હતો, મે કોઈને હાથે કરીને માર્યા નથી, રાજ્ય સરકારના કહેવાથી પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. બ્રિજની જવાબદારી સરકાર પોતાના હસ્તક લે તેવી જાણ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video