યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ના યજમાન બનવા ગુજરાત સજ્જ, જુઓ વીડિયો
રમતોનો મહાકુંભ એટલે કે ઓલિમ્પિક દરેક દેશનું સપનું હોય છે કે તેના દેશમાં ઓલિમ્પિક યોજાય.ત્યારે યુથ ઓલિમ્પિક 2029 અને ઓલિમ્પિક 2036ના યજમાન બનવા ગુજરાત સજ્જ બન્યું છે.જેના માટે ગુજરાત સરાકારે અત્યારથી જ તૈયારી આરંભી છે.અને પ્રોજેક્ટનો અમલ શરૂ કર્યો છે.
ઓલિમ્પિક 2036 માટે અમદાવાદમાં વિલેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.જેનું પ્રેઝન્ટેશન આ વર્ષે ભારત IOC સમક્ષ રજૂ કરાશે.જેના સમયબદ્ધ આયોજન માટે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.જેમાં અમદાવાદમાં નોલેજ અને સ્પોર્ટ્સ કોરિડોર ઉભા કરવા વિચારણા કરવામાં આવી છે.મહત્વનું છે કે ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરાયો હતો તેની જાણકારી સીએમને બેઠક દરમિયાન આપવામાં આવી હતી.
આ ઉપરાંત સુચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોનને કનેક્ટિવિટીના હેતુસર BRTS અને મેટ્રોને કેવી રીતે જોડી શકાય. તે અંગે પણ CMએ અભ્યાસ કરવા માટેના જરૂરી નિર્દેશ આપ્યા હતા.અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પ્રોજેક્ટ્સ અમલી,અમદાવાદમાં નોલેજ અને સ્પોર્ટ્સ કોરિડોર ઉભા કરવા વિચારણા કરવામાં આવી રહી છે.મણિપુર, ગોધાવી, ગરોડીયા વિસ્તારોમાં કોરિડોર નિર્માણ કરવા વિચારણા તેમજ અમદાવાદ પશ્ચિમમાં SP રિંગરોડના બહારના વિસ્તારમાં સુવિધા વધારાશે.