અમિત શાહે જણાવ્યુ કે, દેશના ક્યા વિસ્તારોમાં CAA લાગુ નહીં થાય, આદિવાસી સંરચના અંગેની પણ માહિતી આપી

| Updated on: Mar 14, 2024 | 11:28 AM

કેન્દ્ર સરકારે 11 માર્ચે, સોમવારે સાંજે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)નું જાહેરનામું બહાર પાડ્યુ છે. જો કે CAAને લઇને લોકોના મનમાં હજુ પણ અનેક સવાલ છે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકોના મનમાં ઉઠનારા આ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેમણે જણાવ્યુ કે ભારતમાં ક્યા વિસ્તારોમાં CAA લાગુ નહીં થાય.

દેશના દરેક ખુણામાં CAA લાગુ થશે-અમિત શાહ

અમિત શાહે જણાવ્યુ કે. દેશના દરેક ખુણામાં CAA લાગુ થશે. માત્ર નોર્થ ઇસ્ટના કેટલાક રાજ્ય કે જ્યાં બે પ્રકારના વિશેષાધિકાર આપવામાં આવેલા છે, સાથે જ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તાર કે જે વિશેષાધિકારી હેઠળ આવેલા છે ત્યાં જ CAA નહીં લાગુ થાય. એક ઇનરલાઇન પરમીટનું પ્રોવિઝન છે અને સંવિધાનની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ જનજાતિય ક્ષેત્રમાં CAA લાગુ નહીં થાય.

એપ્લિકેશનમાં કેટલાક એરિયાને એક્સક્લુડ કરી દેવાયા-અમિત શાહ

આદિવાસી કોમ્પોઝીશનમાં સહેજ પણ બદલાવ કરવામાં નહીં આવે. એક્ટમાં જ પ્રોવિઝન કરી દેવામાં આવ્યુ છે કે જ્યાં પણ ઇનરલાઇન પરમીટ છે અને જ્યાં બંધારણના છઠ્ઠી અનુસૂચિમાં જે ક્ષેત્ર સામેલ કરવામાં આવ્યા છે, તેમના પર CAA લાગુ નહીં થાય. તેમના સરનામાવાળા અરજી પણ પોર્ટલ પર અપલોડ જ નહીં થાય.એટલે CAA લાગુ થવાનો સવાલ જ નથી આવતો. એપ્લિકેશનમાં પણ તે એરિયાને એક્સક્લુડ કરવામાં આવ્યો છે.

વધુ સ્પષ્ટતા કરતા અમિત શાહે જણાવ્યુ કે તેનો અર્થ એ નથી કે તે લોકો ભારતના નાગરિક ન બની શકે, તેઓ માત્ર ભારતના બંધારણમાં છઠ્ઠી અનુસૂચિમાં આપેલી ઇનરલાઇન પરમીટથી સુરક્ષિત ક્ષેત્રના જ નાગરિક નહીં બની શકે. ભારતના નાગરિક તો બની જ શકશે.