સીએએ અને કલમ 370 પર સવાલ ઉઠાવતા વિદેશી મીડિયાને શાહે આપ્યો જવાબ, જુઓ વીડિયો
સીએએ સાથે જોડાયેલી ચિંતાઓ અને આશંકાઓ પર સ્પષ્ટતા કરતા ગૃહ પ્રધાન અમિત શાહે એએનઆઈને એક ઈન્ટરવ્યું આપ્યું છે. જેમાં તેમણે વિપક્ષની નારજગી અને મુસલમાનોની ચિંતાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે CAA હેઠળ નાગરિકતા મેળવનારાઓને કેવા પ્રકારના અધિકારો હશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારના રોજ નાગરિકતા સંશોધન કાનુન સહિત અનેક મુદ્દા પર વિદેશી મીડિયાના કવરેજને લઈ નારાજગી વ્યક્ત કરી હતી, ખાસ કરીને પશ્ચિમી મીડિયા તરફથી 3 તલાક, સીએએ અને કલમ 370 પર સવાલ ઉઠાવવા પર શાહે કહ્યું, વિદેશી મીડિયાને પુછો શું તેના દેશમાં 3 તલાક, મુસ્લિમ પર્સનલ લો, કલમ 370 જેવી જોગવાઈઓ છે. કેન્દ્રિય ગૃહ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, સીએએથી “આ દેશમાં લઘુમતીઓ અથવા અન્ય કોઈને ડરવાની જરૂર નથી કારણ કે તેમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની કોઈ જોગવાઈ નથી.
1947ના રોજ ધર્મના આધાર પર વિભાજન થયું
“આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા CAAને એન્ટી મુસ્લિમ કાયદો બતાવવામાં આવ્યો છે જેને લઈ અમિત શાહે કહ્યું “તમે આ કાયદાને અલગ રીતે જોઈ શકતા નથી. 1947ના રોજ ધર્મના આધાર પર વિભાજન થયું હતુ. તે સમયે કોંગ્રેસ નેતાઓએ કહ્યું હતુ કે, હજુ હિંસા ચાલી રહી છે. તમે જ્યાં છો ત્યાં જ રહી જાઓ. તમે જ્યારે ભારત આવશો તો તમારું સ્વાગત થશે, પરંતુ તુષ્ટિકરણની રાજનીતિના કારણે કોંગ્રેસે ક્યારે પણ આ વચન પૂર્ણ કર્યું નહિ.