મંકીપોક્સનો ખતરો પુરુષો કરતાં સ્ત્રીઓમાં કેમ વધારે, જુઓ Video

| Updated on: Oct 24, 2024 | 5:30 PM

એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોંગોથી પડોશી દેશોમાં ફેલાતો જીવલેણ એમપોક્સ સ્ટ્રેન છોકરીઓ અને મહિલાઓઓ માટે ખતરો બની શકે છે. જેને લઈ લોકોમાં ચિંતા વધી છે.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બાળકીઓ અને યુવતીઓ મંકીપોક્સનું કારણ બનેલા વાયરસના પ્રકાર માટે વધુ સંવેદનશીલ હોઈ શકે છે. પૂર્વીય કોંગોમાં આ જીવલેણ વેરિયન્ટથી સેંકડો બાળકો મૃત્યુ પામ્યા છે.

3 જુલાઈથી 9 સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલા 154 MPox કેસની સરેરાશ ઉંમર 9.5 વર્ષ હતી. રિપોર્ટ અનુસાર, ચેપગ્રસ્ત બાળકીઓની સરેરાશ ઉંમર છ વર્ષ હતી, જ્યારે યુવતીઓની ઉંમર 17.5 વર્ષ હતી, ડેટા દર્શાવે છે. વીડિઓ જુઓ