VADODARA : મનપાના વોર્ડ નં-4માં ચૂંટણી પરિણામને લઇને વિવાદ, કોર્ટે ચૂંટણીપંચને પાઠવી નોટિસ

Follow us on

VADODARA : મનપાના વોર્ડ નં-4માં ચૂંટણી પરિણામને લઇને વિવાદ, કોર્ટે ચૂંટણીપંચને પાઠવી નોટિસ

| Updated on: Mar 05, 2021 | 7:41 PM

VADODARA : મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ચૂંટણી પરિણામને લઈ વિખવાદ સામે આવ્યો છે. પહેલા કોંગ્રેસના અનિલ પરમારને વધારે મત મળ્યાનું જાહેર કરાયું.

VADODARA : મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ચૂંટણી પરિણામને લઈ વિખવાદ સામે આવ્યો છે. પહેલા કોંગ્રેસના અનિલ પરમારને વધારે મત મળ્યાનું જાહેર કરાયું. જે બાદ પરિણામમાં સુધારો કરી ભાજપના અજિત દધિચને વિજેતા બતાવાયા. ભાજપ ઉમેદવારને પહેલા 14427 મત મળ્યાનું જાહેર કરાયું. જે બાદ મતમાં 3 હજારનો સુધારો થયો. આ મતના મોટા તફાવત અને પલટાયેલા પરિણામને કોંગ્રેસે કોર્ટમાં પડકાર્યું. કોંગ્રેસે ચૂંટણી અધિકારીઓએ જાણી-જોઈને ગોટાળો કર્યાનો આક્ષેપ કર્યો. કોંગ્રેસની કાયદાકીય કાર્યવાહી બાદ કોર્ટે ઉમેદવારો અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી અધિકારીને સજા થાય અને જનતાનો સાચો ચુકાદો સામે આવે તેવી આશા રાખી રહ્યાં છે.