સત્તાધારધામને બદનામ કરનારા તત્વો સામે રાજુલાના વાટલિયા પ્રજાપતિ સમાજે બાઈક રેલી યોજી નોંધાવ્યો વિરોધ- Video
રાજુલાના વાટલિયા પ્રજાપતિ સમાજે જુનાગઢના સત્તાધાર ધામને બદનામ કરી રહેલા તત્વો સામે બાઇક રેલી યોજી વિરોધ નોંધાવ્યો. જે બાદ યુવાનોએ કલેક્ટરને આવેદન આપીને સનાતન ધર્મનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
જુનાગઢમાં આવેલ સતાધાર ધામને લઈ વિવાદ ઉઠ્યો છે. પણ, તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ અને અન્ય જ્ઞાતિઓ આજે એકઠી થઈ હતી. અને સતાધાર ધામને બદનામ કરનારા તત્વો સામે તેમનો વિરોધ નોંધાવ્યો હતો. રાજુલા માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી બાઈક રેલી યોજવામાં આવી હતી. અને કલેક્ટરને આવેદન પત્ર આપીને સનાતન ધર્મનું અપમાન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે સતાધારના હાલના મહંત વિજય બાપુ છે અને ખુદ તેમના જ સગા ભાઈ નીતિન ચાવડાએ મહંત પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. વિજય બાપુએ સતાધારમાં જ રહેતી મહિલા સાથે લગ્ન કરી લીધાનો અને સતાધારમાં નાણાકીય ગેરરિતી આચર્યાનો નીતિન ચાવડાનો આક્ષેપ છે અને આક્ષેપો સામે જ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
જે ભૂમિ સાથે આપાગીગાનું સત જોડાયેલું છે. તેની સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે વિજય બાપુની સાથે સતાધારને પણ બદનામ કરાઈ રહ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે. અને જો આ અંગે કોઈ પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Input Credit- Jaydev Kathi- Amreli
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો