નવરાત્રીમાં લવ જેહાદના કેસ અટકાવવા, રાજકોટમાં ગરબા આયોજકો આધારકાર્ડ અને ફોટાના આધારે આપશે એન્ટ્રી પાસ
ખેલૌયાઓ ગરબાના તાલે ઝુમવા તૈયાર છે, ત્યારે આ વખતે રાજકોટના એક રાસોત્સવ દ્વારા લવ જેહાદ રોકવા માટે પગલા લેવામાં આવ્યા છે. સહિયર રાસોત્સવના સંચાલક સુરેન્દ્રસિંહ વાળાએ નિવેદન આપ્યું છે કે દરેક દાંડિયા રાસના આયોજકો પાસ ઇસ્યુ કરે ત્યારે આધારકાર્ડ અને ફોટા લેવામાં આ
નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ખેલૌયાઓ ગરબાના તાલે ઝુમવા તૈયાર છે, ત્યારે આ વખતે રાજકોટના એક રાસોત્સવ દ્વારા લવ જેહાદ રોકવા માટે પગલા લેવામાં આવ્યા છે. સહિયર રાસોત્સવના સંચાલક સુરેન્દ્રસિંહ વાળાએ નિવેદન આપ્યું છે કે દરેક દાંડિયા રાસના આયોજકો પાસ ઇસ્યુ કરે ત્યારે આધારકાર્ડ અને ફોટા લેવામાં આવે, લવ જેહાદના કિસ્સા ન થાય તે માટે આઈકાર્ડ લઈને જ પાસ કાઢી આપવામાં આવે.
આ ઉપરાંત રાજકોટના જ કડવા પાટીદાર સમાજના UD કલબના દાંડિયાનું આયોજન દરમિયા કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલનું મોટું નિવેદન આપ્યું છે, પુષ્કર પટેલે નવરાત્રીમાં લવ જેહાદ રોકવા આપ્યું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે અર્વાચીન ગરબાના આયોજકોએ આધારકાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે, UD કલબ નવરાત્રીના પાસ માટે આધારકાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.