અત્યારે આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ (Government document) બની ગયું છે. નવું સિમકાર્ડ (sim card) મેળવવાથી લઈને નવી નોકરી મેળવવી, ઘર લેવા માટે કે પછી કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. ત્યારે આપના આધારકાર્ડનો આપની જાણ બહાર ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને..
હવે દરેક જગ્યાએ આધારકાર્ડની (Aadhar card) જરૂરીયાત રહે છે. પરંતુ આધારકાર્ડનો વધારે ઉપયોગ કરવાને કારણે તેના દુરઉપયોગનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, હંમેશાં તપાસ કરતા રહેવું જોઈએ કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાયું છે. જો તમને લાગે છે કે કોઈ તમારી મંજૂરી વિના તમારા આધારકાર્ડનો દુરૂપયોગ કરી રહ્યું છે, તો તરત જ તમે એક્શન લઈ શકો છો.
આજકાલ સાયબર ક્રાઈમ (Cybercrime) ના ગુનાઓ વધી ગયા છે. અને તેમાં આરોપીઓ નિર્દોષ લોકોના દસ્તાવેજ પર મોબાઈલ સીમ (Mobile SIM) મેળવી તેનો ઉપયોગ કરતા હોય છે.. ત્યારે તમારા આધારકાર્ડનો કોઈ ખોટી જગ્યાએ તો ઉપયોગ નથી થતો ને તે જાણવુ જરૂરી છે. અને તે માટે તમે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના (Department of Telecommunications) વેબ પોર્ટલનો ઉપયોગ કરી શકો છે. જેના થકી તમે ચેક કરી શકો છો કે તમારા આધારકાર્ડ પર કેટલા મોબાઈલ કનેક્શન આપવામાં આવ્યાં છે. આ વેબ પોર્ટલ (Web portal) નું નામ છે TAFCOP.
કેવી રીતે આ પોર્ટલની મદદથી આપ આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર ચેક કરી શકો છો. આવો જાણીએ કામની વાતમાં.
માત્ર મોબાઈલ સીમ માટે જ નહીં પરંતુ અનેક જગ્યાએ તમારા આધારકાર્ડનો ઉપયોગ થતો હોય છે ત્યારે તમે છેલ્લા છ મહિના દરમિયાન તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં અને કેટલી વાર કર્યો છે તે વિશેની માહિતી તમે UIDAIની વેબસાઈટ પરથી મેળવી શકો છો.. જેના માટે
જો તમને લાગે કે કોઈએ તમારા આધારકાર્ડનો દુરૂપયોગ કર્યો છે, તો તમારે તરત જ ફરિયાદ નોંધાવવી પડશે. જેના માટે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને અથવા www.help@uidai.gov.in પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છે. આ ઉપરાંત તમે www.resident.uidai.gov.in/file-complaint લિંક પર પણ ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો.