તમારા મોબાઈલ (Mobile Call) પર આવેલો અજાણ્યા નંબરનો કૉલ કે મેસેજ તમારા બેંક અકાઉન્ટ (bank account)ને કરી શકે છે ખાલી. જીહાં આવા કૉલ કે પછી મેસેજમાં આવેલી લીંક્સ (Links) પર ક્લિક કરતા પહેલા થઈ જજો સાવધાન. ક્યાં અજાણ્યા કૉલ પર કરેલી વાતચીત કે અજાણી લિંક પર કરેલી ક્લિક તમને ભારે ના પડી જાય. દેશ જેમ જેમ ડિજિટલ (Digital) બની રહ્યો છે, છેતરપિંડી (Fraud)ની નવી નવી ઘટનાઓ સામે આવી રહી છે.
દેશમાં વર્ષ 2020થી અત્યાર સુધી એટલે કે 3 વર્ષમાં સાઈબર ક્રાઈમના (Cybercrime) 16 લાખ બનાવો સામે આવી ચુક્યા છે. જેમાં 32 હજારથી વધુ FIR દાખલ કરાવાઈ છે. આપને જણાવી દઇએ કે સાઈબર ક્રાઈમમાં એ તમામ ગુનાહીત ગતિવિધિઓનો સમાવેશ થાય છે જેમાં કોમ્પ્યૂટર અને કોમ્પ્યૂટર નેટવર્કનો (computer network) ઉપયોગ થતો હોય. ફ્રોડ મેસેજ કે કૉલ દ્વારા લોકોને મોટા પ્રમાણમાં નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમને અવનવી લાલચ કે ડર બતાવી ઠગાઈની જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે.
જેવા તમામ કીમિયા અપનાવશે. જેથી તમારા મનમાં ડર ઉભો થાય અથવા પૈસા કમાવવાની લાલચ અને તે તમારી વિચારવા-સમજવાની ક્ષમતા પર અસર પાડશે અને તમે તરત પૈસા ટ્રાન્સફર કરી દેશો.
તો આવા ફ્રોડ કૉલથી (Fraud call) કેવી રીતે બચી શકાય તે પણ જાણી લો.
– ઠગાઈની કોઈ ચોક્કસ પેટર્ન નથી હોતી
– જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો અને થોડા એલર્ટ રહો તો ઠગાઈથી બચી શકો છો
– જો તમને અજાણ્યા નંબરથી કૉલ કે મેસેજ આવે છે અને મેમો, FIRની વાત કરે છે, તો તેને ઘણા બધા પ્રશ્નો કરો
– કૉલ પર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, તો મગજમાં જે બેઝિક સવાલ થાય તે પુછવાનું ચાલુ કરી દો
– સાચો કૉલ હશે તો તમારા તમામ સવાલોના જવાબ મળી જશે
– પરંતુ ફ્રોડ કૉલર તમારા સવાલના જવાબમાં બીજા સવાલ કરવા લાગશે અને આ એક રેડ એલર્ટ છે.
જો આવો કોઈ ફ્રોડ કૉલ તમને આવ્યો છે તો તેની ફરીયાદ ક્યાં કરશો તે પણ જાણી લો.
– સૌથી પહેલા તો કંપનીના ટૉલ ફ્રી નંબર કે પછી ઈ-મેલ આઈડી પર સંપર્ક કરો
– તેઓ આ વિશે યોગ્ય જાણકારી આપી શકે છે
– પોલિસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવો
એટલું જ નહીં તમે આ પ્રકારના ફેક કૉલ કે પછી સાઈબર છેતરપિંડીની ફરિયાદ ઑનલાઈન પણ કરી શકો છો.
– તમે National cybercrime reporting portal – cybercrime.gov.in
અથવા તો
– toll-free national helpline number 1930 પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
– સોશિયલ મીડિયા પર સંબંધિત ઑથોરિટીને ફૉલો કરી શકો છો, તેમના પેજ પર જઈ સીધી કંપ્લેઈન કરો અને સલાહ પણ માંગો.
તો સમજી ગયા ને… તમને પણ કોઈ ફેક કૉલ કે મેસેજ આવે તો સૌથી પહેલા તો બિલકુલ ડરતા નહીં. બીજું પૈસા ટ્રાન્સફર ના કરતા. અને ત્રીજુ સંબંધિત ઑથોરિટીને તેની જાણ કરો. કોઈ પણ અજાણ્યા શખ્સ સાથે તમારી પર્સનલ કે નાણાકીય બાબતો શેર ના કરો. નહીંતર ઠગ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે. નોકરી અપાવવાના નામે જો પૈસા માંગવામાં આવે છે. તો ધ્યાન રાખો કે કોઈ પણ જાણીતી કંપની જૉબ ઑફર માટે પૈસા નથી માંગતી. તો સતર્ક રહો, સલામત રહો.