Train Accident : ગુજરાતના 314 લોકો મુસાફરી કરી રહ્યાં હતા તે ટ્રેનને નડ્યો અકસ્માત, સૌથી વધુ વડોદરાના મુસાફરો સવાર હતા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 17, 2024 | 11:35 AM

સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા છે. આ ઘટના કાનપુર અને ભીમસેન સેક્શનના ગોવિંદપુરી સ્ટેશન નજીક બની છે.ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાનો મામલો સામે આવ્યો છે.

વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને ગંભીર અકસ્માત નડ્યો છે. સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા છે. આ ઘટના કાનપુર અને ભીમસેન સેક્શનના ગોવિંદપુરી સ્ટેશન નજીક બની છે.ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાનો મામલો સામે આવ્યો છે.

પ્રાપ્તથતી વિગતો અનુસાર આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જો કે કાનપુરથી મુસાફરોને લઈ જવા માટે બસો મોકલવામાં આવી છે.ટ્રેનના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જેમાં સાત એસી કોચ, આઠ સ્લીપર કોચ અને બાકીના જનરલ કોચનો સમાવેશ થાય છે.

રેલવેમાં ગુજરાતના 314 મુસાફરો સવાર હતા

સાબરમતી એક્સપ્રેસ વારાણસીથી અમદાવાદ જઈ રહી હતી. મળતી માહિતી અનુસાર દુર્ઘટનાગ્રસ્ત સાબરમતી એક્સપ્રેસમાં ગુજરાતના 314 મુસાફરો સવાર હતા. જેમાં સૌથી વધારે 213 મુસાફરો વડોદરાના હતા. આણંદના 52 અને ગોધરાના 26 મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતા. નડિયાદના 17 અને મહેમદાવાદના 6 મુસાફરો સવાર હતા.