Tapi Rain : વ્યારા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ – જુઓ Video

|

Jul 12, 2024 | 10:03 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીના વ્યારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેના પગલે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપીના વ્યારા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે તાપીના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તાપી પંથકમાં વરસાદનું ફરી આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે.

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ત્યારે નર્મદા, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તરફ જામનગર, મોરબી, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Next Video