ભારતના આ વિસ્તારમાં વિદેશીઓની એન્ટ્રી પર છે પ્રતિબંધ, જાણો શું છે કારણ

|

Jul 28, 2024 | 6:35 PM

ઉત્તરાખંડમાં આવેલું આ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. તેથી પર્યટનની દૃષ્ટિએ ખૂબ જ સુંદર જગ્યાએ છે, પરંતુ અહીં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. ત્યારે આ લેખમાં અમે તમને જણાવીશું કે આ વિસ્તારમાં વિદેશીઓની એન્ટ્રી પર કેમ પ્રતિબંધ છે.

દેશમાં એક એવું ગામ પણ છે જ્યાં વિદેશીઓને જવાની મનાઈ છે. આ ગામનું નામ ચકરાતા છે. તે ઉત્તરાખંડમાં આવેલું છે. આ ગામ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. તેથી પર્યટનની દૃષ્ટિએ ખૂબ જ સુંદર જગ્યાએ છે, પરંતુ અહીં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ સુંદર, શાંતિપૂર્ણ અને પ્રદૂષણ મુક્ત ગામની વસ્તી ઘણી ઓછી છે. આ ગામમાં એવા પ્રવાસન સ્થળો તમને મંત્રમુગ્ધ કરી દેશે.

બ્રિટિશ શાસન દરમિયાન અહીં પાયદળ સેનાનો બેઝ હતો. હવે અહીં ભારતીય સેનાનો કેમ્પ છે. ભારતીય આર્મી સ્ટેશન હોવાને કારણે અહીં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. જો કોઈ વિદેશી જબરદસ્તી પ્રવેશવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવે છે.

આ સિવાય ભારતીય સેનાની એક માત્ર તિબેટીયન યુનિટ અહીં છે, જે 1962માં ભારત-ચીન યુદ્ધ પછી બની હતી. તેથી આ સ્થાન ભારતીય સેના માટે વિશેષ મહત્વ ધરાવે છે. સુરક્ષાના કારણોસર અહીં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.

આ પણ વાંચો આધાર DBT લિંક કેવી રીતે કરવું ? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Published On - 6:31 pm, Sun, 28 July 24

Next Video