MONEY9: બેન્ક FD અને આકસ્મિક ખર્ચ, કેવી રીતે કરશો સંતુલન, જુઓ આ વીડિયોમાં

|

Mar 21, 2022 | 5:54 PM

આજકાલ તમામ બેંક લાંબાગાળાની તુલનામાં ટુંકાગાળાની FD પર વધારે વ્યાજ આપે છે. ટુકડામાં અને અલગ અલગ સમયગાળા માટે રોકાણ કરવાથી ઘણાં મોટા ફાયદા થઇ શકે છે જાણો આ વીડિયોમાં.

સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ શિમલામાં રહેતા શિવરામે 10 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (FIXED DEPOSIT) કરી હતી. તેમને 2 લાખ રૂપિયાની જરૂર પડી તો તેમણે 5 લાખની FD 2 વર્ષ બાદ જ તોડાવવી પડી. તેની પર તેમને પેનલ્ટી (PENALTY) પણ ચૂકવવી પડી. જો શિવરામે રોકાણ (INVESTMENT) કરતી વખતે થોડીક સમજદારીથી કામ લીધું હોત તો તેમને આ નુકસાન ન ઉઠાવવું પડ્યું હોત. જો તમે પણ FDમાં 5 વર્ષ જેટલા લાંબાગાળા માટે કોઈ મોટી રકમનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે એક વિશેષ યોજના બનાવો. ઉદાહરણ તરીકે જો તમારે 10 લાખ રૂપિયાનું રોકાણ કરવું છે તેને પાંચ, બે-બે અને એક લાખના હિસ્સામાં વહેંચીને રોકાણ કરો. તેમાંથી કેટલીક રકમ એક-બે વર્ષ માટે રોકો.

મોટી રકમનું ટુકડામાં રોકાણ કરવાથી તમને શું ફાયદો થશે?

આનાથી તમને કોઈ નુકસાન નહીં થાય. આજકાલ તમામ બેંક લાંબાગાળાની તુલનામાં ટુંકાગાળાની FD પર વધારે વ્યાજ આપે છે. ટુકડામાં અને અલગ અલગ સમયગાળા માટે રોકાણ કરવાથી ઘણાં મોટા ફાયદા થઈ શકે છે. માની લો તમને એક લાખ રૂપિયાની જરૂર પડે છે તો તમે ટૂંકાગાળાની FD તોડાવીને તમારૂ કામ ચલાવી શકો છો. તમારે કોઈ મોટી રકમની FDને ટચ કરવાની જરૂર નહીં પડે. જો કે ઘણી બેંકો પ્રિમેચ્યોર FD તોડાવવા પર પેનલ્ટી લગાવી શકે છે. પરંતુ જો તમે એવી બેંક પસંદ કરો છો જે પેનલ્ટી નથી લગાવતી તો ટુંકાગાળાની FD પર તમારે નુકસાન નહીં ઉઠાવવું પડે.

નાણાકીય સલાહકાર જીતેન્દ્ર સોલંકી કહે છે કે તમને ક્યારે અને કેટલા પૈસાની જરૂર પડશે, તેનો અગાઉથી અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેથી મોટી રકમને જુદાજુદા સમયગાળા માટે ટુકડામાં રોકાણ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ છે. આ પહેલથી તમારી પાસે રોકડની કમી નહીં રહે. સાથે જ મેચ્યોરિટી પહેલા FD તોડાવશો તો પણ રિટર્નમાં મોટું નુકસાન નહીં ઉઠાવવું પડે.

FDથી કમાણી માટે ફક્ત રોકાણ કરવું પર્યાપ્ત નથી

આરબીઆઈના નવા નિયમો હેઠળ જો FD મેચ્યોર થાય છે અને કોઈ કારણસર તેની ચુકવણી નથી થઈ શકતી કે તેના માટે કોઈ ક્લેમ કરવામાં નથી આવતો તો તેની પર વ્યાજની ગણતરી બચત ખાતાના હિસાબે કે FDના નક્કી કરેલા વ્યાજ દર, બેમાંથી જે ઓછું હશે તેના આધારે થશે. એવામાં જો FDની મેચ્યોરિટી પર ક્લેમ નહીં કર્યો હોય તો તમારા રોકાણ પર ઓછું વ્યાજ મળશે.

અગાઉ એવું થતું હતું કે કોઈ ગ્રાહકની FD પાકી ગઈ હોય અને તે બેંકની શાખામાં તેને રિન્યૂ કરાવવા ન જાય તો બેંક જાતે જ તેને પ્રિ-નિર્ધારિત સમયગાળા માટે રિન્યૂ કરી દેતી હતી. પરિણામે ગ્રાહકને રોકાણના સમયે જે વ્યાજ નક્કી થયું હોય તે જ વ્યાજ દરે ચૂકવણી થતી હતી. જેના કારણે ગ્રાહકો સંપૂર્ણ રીતે નિશ્ચિંત રહેતા હતા. પરંતુ હવે FDની પાકતી તારીખ પહેલેથી જ યાદ રાખવી પડશે.

મની9ની સલાહ

FDમાં રોકાણ કરી રહ્યા છો તો એવી યોજના બનાવો કે જેથી રોકડની લિક્વિડિટી જળવાઈ રહે. રોકાણ પછી તેની મેચ્યોરિટીનું પણ ધ્યાન રાખો. આવા કેસમાં તમારી થોડીક પણ બેદરકારી તમને ભારે પડી શકે છે. FDથી મળનારૂં રિટર્ન રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરાય છે. ત્યારે જે લોકો આવકવેરાના હાયર સ્લેબમાં આવે છે તેમના માટે આ વિકલ્પ યોગ્ય નથી.

આ પણ જુઓ

વીમા એજન્ટને પૂછો કેટલાક જરૂરી સવાલ

આ પણ જુઓ

મહિનાના અંતે ખિસ્સું ખાલી ન થાય તે માટે શું કરવું?

Next Video