MONEY9: બ્લૂ ચીપ શેરમાં રોકાણથી શું ફાયદો થાય?
વધારે માર્કેટ કેપિટલાઇઝેશન અને સારી પ્રતિષ્ઠાવાળી કોઇ મોટી સફળ કંપનીના શેરને બ્લૂ ચીપ શેર કહેવામાં આવે છે. આ એવી કંપનીઓ હોય છે જેનું નામ ઘરેઘરે લોકો જાણતા હોય છે અને સારી રીતે સ્થાપિત થયેલી પણ હોય છે.
MONEY9: આજે આપણે બ્લૂ ચીપ સ્ટોક્સ (BLUE CHIP STOCKS)ની જાણકારી મેળવીશું. આવો સમજીએ બ્લૂ ચીપ શેર કોને કહેવાય અને તેમાં રોકાણથી શું ફાયદો (BENEFIT) થાય. તમે શેર બજારમાં રોકાણ કરતા હોવ કે ન કરતા હોવ, તમે બ્લૂ ચીપ શેરો અંગે જરૂર સાંભળ્યું હશે. પરંતુ આ શું હોય છે તેના વિશે ઘણાં ઓછા લોકોને જાણકારી હોય છે. વધારે માર્કેટ કેપિટલાઇઝેશન અને સારી પ્રતિષ્ઠાવાળી કોઇ મોટી સફળ કંપનીના શેરને બ્લૂ ચીપ શેર કહેવામાં આવે છે. આ એવી કંપનીઓ હોય છે જેનું નામ ઘરેઘરે લોકો જાણતા હોય છે અને સારી રીતે સ્થાપિત થયેલી પણ હોય છે.
ઉદાહરણ તરીકે રિલાયન્સ, ટાટા, હિન્દુસ્તાન યૂનીલિવર.. એટલે કે દિગ્ગજ અને બુનિયાદી રીતે આવી કંપનીઓના શેર બાકીના શેર કરતાં અલગ જ દેખાય છે. બ્લૂચીપ શેર મોટાભાગે એવી મજબૂત નાણાકીય કંપનીના સ્ટોક હોય છે જેનો સફળ કામકાજનો મોટો અનુભવ હોય અને જે સતત નફો આપવામાં સક્ષમ રહી હોય. આવી કંપનીઓ સામાન્ય રીતે રોકાણકારોને સતત ડિવિડન્ડ આપે છે. આવી કંપનીઓ પોતાની ઇન્ડસ્ટ્રીઝની મોટાભાગે માર્કેટ લીડર હોય છે અને માર્કેટ કેપના મામલે ટોપ કંપનીઓના લિસ્ટમાં સામેલ હોય છે.
શું બ્લૂચીપ કંપનીઓમાં રોકાણ કરવું યોગ્ય છે?
જો કોઇ કંપની વર્ષોથી એટલે કે પેઢી દર પેઢી સારો નફો કરતી હોય તો તેમાં રોકાણ શું કામ ન કરવું જોઇએ. બ્લૂચીપ શેર લોંગ ટર્મમાં રોકાણકારોને સારી કમાણી કરાવે છે. પરંતુ એ જરૂરી નથી કે તે સૌથી લોકપ્રિય શેર હોય. પરંતુ તે એવા શેર હોય છે જે બજારની તમામ વિપરિત પરિસ્થિતિઓ અને માર્કેટ સાઇકલમાં પણ સારું રોકાણ સાબિત થઇ શકે છે.
બ્લૂ ચીપ શેરમાં પૈસા લગાવાય કે ન લગાવાય?
તો તેનો જવાબ હાં જ હોઇ શકે છે. તેનું કારણ એ છે કે જો તમે શેરબજારમાં પૈસા કમાવવા માંગો છો તો સૌથી બુનિયાદી વાત એ છે કે તમારે સુરક્ષિત અને મજબૂત શેરમાં પૈસા લગાવવા જોઇએ. બીજી મહત્વની વાત એ છે કે જો તમે ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો બનાવો તો અને તેનો એક હિસ્સો બ્લૂ ચિપ કંપનીઓ માટે ફિક્સ રાખો. તેનાથી તમે બજારના ઉતાર–ચડાવના સમયમાં કોઇપણ પ્રકારની વિપરિત અસરથી બચી શકો છો. આવા સમયમાં કદાચ સ્મોલ કેપ કે મિડ કેપ કંપનીઓ સારુ રિટર્ન ન આપી શકે પરંતુ લાર્જ કેપ કે બ્લૂ ચિપ શેર સ્ટેબલ રહીને સારુ રિટર્ન અપાવી શકે છે.