Kam Ni Vaat : શું તમે ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું સુધારવા માંગો છો? તો નહીં ઘસવા પડે ચંપલ, ઘરે બેઠા કરી શકો છો સુધારો

|

Feb 28, 2023 | 12:50 PM

ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું બદલવાનું કામ તમે ઘરે બેઠા પણ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે કોઈપણ ઓફિસમાં જવું પડશે નહીં

ડ્રાઈવિંગ લાયસન્સ (Driving license) ખુબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ (document) છે. તમે જ્યારે પણ તમારા વ્હીકલ (vehicle) ને લઈને બહાર નીકળો ત્યારે તેને સાથે રાખવું ખુબ જ જરૂરી છે. અને તે હંમેશા અપડેટ પણ હોવું જ જોઈએ.

ઘણીવાર તમે એક શહેરથી બીજા શહેરમાં શીફ્ટ થયા હોવ ત્યારે સૌથી મોટી સમસ્યા ડ્રાઇવિંગ લાયસન્સમાં સરનામું (Address in driving license) બદલવાની હોય છે. ઘણી વખત લોકો આરટીઓ (RTO)ના અનેક ચક્કર લગાવે છે, છતાં પણ કામ થતું નથી. શું તમે જાણો છો કે તે ખૂબ જ સરળ છે અને ડ્રાઇવિંગ લાયસન્સનું સરનામું બદલવાનું કામ ઘરે બેઠા પણ સરળતાથી કરી શકાય છે. આ માટે તમારે કોઈપણ ઓફિસમાં જવું પડશે નહીં. ચાલો સમજીએ કે આ કેવી રીતે સરળતાથી ઓનલાઈન જ થઈ શકે છે…

આ રીતે ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ સુધારો

  1. સૌથી પહેલા તમે www.parivahan.gov.in પેજ પર જાઓ
  2. હવે Driving License Related Services વિકલ્પ પસંદ કરો
  3. જેમાં ડ્રોપ-ડાઉન લિસ્ટમાં તમારું રાજ્ય પસંદ કરો
  4. હવે License Related Servicesની અંદર Drivers/ Learners License પર ક્લિક કરો
  5. ત્યારબાદ નવી વિન્ડોમાં Apply for Change of Address વિકલ્પ પસંદ કરો
  6. જ્યાં એપ્લિકેશન સબમિટ કરવાનો વિકલ્પ હશે, જેમાં નીચે Continue પર ક્લિક કરો
  7. હવે તમારે DL નંબર એટલે કે ડ્રાઈવિંગ લાયસન્સ નંબર અને જન્મ તારીખ ટાઈપ કરવી પડશે
  8. હવે Get DL Details પર ક્લિક કરો
  9. એક વિન્ડો ખુલશે જેમાં ડ્રોપડાઉનમાં YES પર ક્લિક કરો
  10. હવે એક લિસ્ટ ખુલશે, જેમાં નજીકનું RTO પસંદ કરો અને Proceed પર ક્લિક કરો
  11. હવે નવું સરનામું અને તમામ જરૂરી વિગતો ભરો અને Change of address on DLનાં બોક્સને ચેક કરો
  12. Permanent, Present અથવા Both પસંદ કરો અને પછી વિગતો ભરો
  13. વિગતો ભર્યા પછી કન્ફર્મ પર ક્લિક કરો

બસ હવે તમારું અપડેટેડ ડ્રાઈવિંગ લાયસન્સ તમને થોડા દિવસમાં મળી જશે. અને હા આ પ્રોસેસ કરતી વખતે જરૂરી દસ્તાવેજો સાથે રાખવાનું ના ભૂલતા જેમ કે

સરનામું બદલવા માટે જરૂરી દસ્તાવેજો

– નવા સરનામાંનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, મતદાર ID, પાસબુક અથવા વીજળી બિલ
– જો તમારી પાસે PAN કાર્ડ હોય તો ઠીક છે, નહિંતર, ફોર્મ 60 અને 61ની પ્રમાણિત નકલ
– વીમાનું પ્રમાણપત્ર
– ફોર્મ 33માં અરજી
– રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
– PUC સર્ટિફિકેટ
– સ્માર્ટ કાર્ડ ફી
– ચેસિસ અને એન્જિન પેન્સિલ પ્રિન્ટ
– વ્હીકલ ઓનરના સાઇન પ્રુફ

Next Video