જે લોકો શેરબજાર (STOCK MARKET)માં નિયમિત રોકાણ કરે છે અને પોતાના રોકાણમાં વિવિધતા લાવવા માગે છે તેમના માટે ફ્યુચર્સ એટલે કે વાયદા બજાર (FUTURES MARKET) અને સ્પોટ એટલે કે હાજર બજાર (SPOT MARKET) એક સારો વિકલ્પ હોઇ શકે છે. પરંતુ મોટા ભાગના લોકોને આ બજારોની આંટીઘૂંટી ખબર હોતી નથી. અમે અહીં તમને આ બજારોના આટાપાટા સમજાવવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા જણાવી દઉં કે, હાજર અને વાયદા બજાર બંને એક જ તાંતણે બંધાયેલા છે. એવું પણ કહી શકો કે, ફ્યૂચર્સ માર્કેટમાં ચઢાવ-ઉતાર થશે તો હાજર બજારમાં પણ તેનું પ્રતિબિંબ જોવા મળશે અને આવી જ રીતે હાજર બજારની હલચલની અસર ફ્યુચર્સ બજારમાં જોવા મળશે. તો આ હતી બેઝિક માહિતી.
હવે ઊંડે ઊતરીને એ સમજવાનો પ્રયાસ કરીએ કે, આ બંને બજારોની વચ્ચે ટ્રેડર્સ કેવી રીતે નફો રળે છે? તો ધારો કે, ફ્યૂચર્સ માર્કેટમાં કોઈ કંપનીના શેરનો ભાવ 240 રૂપિયા ચાલી રહ્યો છે જ્યારે હાજર બજારમાં ભાવ 230 રૂપિયા છે. તો આવી સ્થિતિમાં ટ્રેડર્સ આર્બિટ્રાજ કરીને ફાયદો ઉઠાવે છે.
આર્બિટ્રાજ એટલે બે અલગ-અલગ બજારની વર્તમાન કિંમતો વચ્ચેનો તફાવત. આવી સ્થિતિમાં ટ્રેડર્સ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સને શોર્ટ કરે છે, એટલે કે શેર વેચે છે અને ત્યારબાદ હાજર બજારમાં આ જ શેર ખરીદે છે. આ ઉદાહરણ દ્વારા હિસાબ કરીએ તો, ટ્રેડર્સને પ્રતિ શેર 10 રૂપિયાનો ફાયદો થાય છે.
આ પણ જુઓ
આ પણ જુઓ