સુરત : કતારગામમાં શંકાશીલ પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી, પોલીસે પ્રેમીની ધરપકડ કરી, જુઓ વીડિયો
સુરત: કતારગામમાં શકશીલ પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રેમિકાના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી હતી. બનાવ સંદર્ભે પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે.

પ્રેમિકા પર કેરોસીને છાંટી સળગાવી દઈ પ્રેમીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. મોડી રાતે કતારગામની લલિતા ચોકડી પાસે ઘટના બનતા દોડધામ મચી હતી. પ્રેમિકાનો અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકામાં હત્યા કરાઈ હતી. કતારગામ પોલીસે આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના ગુનાના આરોપી શંભુ આડાની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો :Dwarka : લોકાર્પણ પહેલા જ સિગ્નેચર બ્રિજનો થયો ઉપયોગ, બ્રિજ પર વાહનો જોવા મળ્યા, જુઓ Video