Bhavnagar Rain : ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન, નદીમાં નવા નીર આવ્યા, જુઓ Video

| Edited By: | Updated on: Jun 15, 2024 | 12:13 PM

ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.ભાવનગરના અનેક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગામન થયુ છે.

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.ભાવનગરના અનેક વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગામન થયુ છે.

નદીમાં આવ્યા નવા નીર

બીજી તરફ ભાવનગરના સેદરડા ગામમાં ધમધોકાર વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. સેદરડા ગામની નદી બેકાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિક નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ પણ જોવા મળ્યો છે.

ગામની નદીમાં પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. તેમજ વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે JCB ચાલકે બેદરકારી દાખવી. JCB ચાલકે જીવના જોખમે કોઝ-વે પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો