Video : PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી વરસાદની સ્થિતિની જાણકારી મેળવી, કેન્દ્ર સરકાર તરફથી સહયોગની આપી ખાતરી

| Edited By: | Updated on: Aug 28, 2024 | 11:29 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં મેઘ તાંડવ થયુ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરીને વરસાદની સ્થિતિને લઈને જાણકારી મેળવી છે.

મેઘરાજાએ ગુજરાતને ધમરોળતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે કેટલાક વિસ્તારોમાં જીવન જરુરીયાતની વસ્તુઓ, પીવાના પાણી માટે લોકોને વલખા મારી રહ્યાં છે. ગુજરાતમાં મેઘ તાંડવ થતા PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનીક વાતચીત કરીને વરસાદની સ્થિતિને લઈને જાણકારી મેળવી છે.

 

રાહત બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી છે. નાગરિકોના જાનમાલ અને પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી છે. PM મોદી ગુજરાતની સતત ચિંતા અને સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યાં હોવાનું ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ છે. આ સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે.કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેઓ હંમેશા ગુજરાત અને ગુજરાતના લોકોની પડખે ઉભા રહીને હૂંફ અને બહુમૂલ્ય માર્ગદર્શન આપતા રહે છે.