Ahmedabad : શેલા રોડ પર આવેલા હુક્કાબારમાં તવાઇ, સેમ્પલ જપ્ત કરી FSLમાં મોકલાયા, જુઓ Video

|

Apr 04, 2024 | 1:32 PM

અમદાવાદ શહેરમાં ચાલતા હુક્કાબાર પર તવાઈ બોલાવવામાં આવી છે. PCB દ્વારા મોડી રાત્રે બિગ ડેડી કાફે પર દરોડા પાડવામાં આવ્યા હતા. PCB દ્વારા દરોડા પાડી હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમાં નશાકારક તત્વો છે કે નહીં તેની તપાસ માટે તેને સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે.

પીસીબી દ્વારા ગઇકાલે મોડીરાત્રે અમદાવાદના શેલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.બિગ ડેડી કાફેમાં હુક્કાબાર ચાલતુ હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. દરોડા પાડીને આ હુક્કાબારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલ હરીન માત્રાવાડિયા FSLમાં મોકલવામાં આવ્યા છે. ઘણા સમયથી ફરિયાદો મળી રહી હતી કે સિંધુ ભવન રોડ અને શેલા રોડની આસપાસ ગેરકાયદેસર હુક્કાબાર ચાલી રહ્યા હતા.જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- Rajkot : ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મીનીબા વાળાએ કર્યો અન્નનો ત્યાગ, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, જુઓ Video

આ હુક્કાબારમાં હુક્કામાં નિકોટીનના દ્રવ્યો છે કે નહીં તે અંગેની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને FSLમાં મોકલવામાં આવ્યા છે. પીસીબી દ્વારા સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video