Surat Video : સરકારી શાળામાં એડમિશન લેવા પડાપડી, ડોક્ટર્સ, વકીલો પણ દીકરા માટે ફોર્મ લેવા લાઇનમાં લાગ્યા
સુરતમાં મહાનગરપાલિકા સમિતિની શાળા મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતા જ એડમિશન માટે મોટી-મોટી લાઈનો જોવા મળી. આ શાળામાં ઉત્તમ કક્ષાના શિક્ષણ સાથે આધુનિક સુવિધાથી સજ્જ છે.
સુરતમાં મહાનગરપાલિકા સમિતિની શાળા મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થતા જ એડમિશન માટે મોટી-મોટી લાઈનો જોવા મળી. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે સરકારી શાળામાં એડમિશન લેવા માટે જાણે વાલીઓ પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં જ્યાં નજર જઈ રહી છે વાલીઓ જ વાલીઓ જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈ કે મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં બાલ વાટિકાથી ધોરણ 8 સુધીનો અભ્યાસ થાય છે. જેમાં આજે નામ નોંધણી કરવામાં આવશે.જેને લઈ મોટી સંખ્યામાં વાલીઓ અહીં પહોંચ્યા છે.ગત વર્ષે 4200 ફોર્મ ભરાયા હતા અને 3 હજાર જેટલું વેઈટીંગ હતું. જ્યારે આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે.
એડમિશન માટે મોટી સંખ્યામાં વાલીઓની ભીડ
સરકારી શાળામાં એડમિશન માટે આટલી મોટી કતારમાં વાલીઓ ઉભા છે. વહેલી સવારથી આ શાળામાં પોતાના બાળકને એડમિશન અપાવવા માટે વાલીઓ લાઈનો લગાવીને ઉભા છે.
આ સાથે જ વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ કરવા માટે મોટી ફીનો ખર્ચ ઉઠાવવો પડતો નથી. ડિજિટલ બોર્ડ, કોમ્યુટર કલાસ, સ્માર્ટ કલાસ સહિતની સુવિધા ઉપલબ્ધ છે અને વાલીઓનો દાવો છે કે અહીંયા બાળકોને ઉત્તમકક્ષાના શિક્ષકો અભ્યાસ કરાવે છે.
આધુનિક સુવિધાથી સજ્જ છે શાળા
સુરતની આ શાળામાં એક કેમ્પસમાં ત્રણ સરકારી શાળાઓ આવેલી છે. જેમાં એક અંગ્રેજી મીડિયમ, બે ગુજરાતી મીડિયમની શાળા આવેલી છે. આ શાળામાં વકીલો, ડોકટર્સ સહિતના વ્યવસાયમાં જોડાયેલા લોકોના સંતાનો અભ્યાસ કરે છે. અહીં મધ્યાહન ભોજનની સાથે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ શાળા છે.