Ahmedabad : ખ્યાતિકાંડના કૌભાંડીઓએ ડીજીટલ પુરાવાનો કર્યો નાશ, સરકારી CA દ્વારા નાણાકીય વ્યવહારની કરાશે તપાસ, જુઓ Video
લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતી ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કારનામાનો પર્દાફાશ થઈ રહ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ બોગસ ઓપરેશન મામલે ક્રાઈમ બ્રાંચ આરોગ્ય વિભાગના અધિકારીનું નિવેદન લેશે. PMJAY હેઠળ આવતા અધિકારીઓનું નિવેદન લેવામાં આવશે.
ગુજરાતના આરોગ્ય વિભાગને અને સરકારને અંધારામાં રાખી લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતી ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કારનામાનો પર્દાફાશ થઈ રહ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ બોગસ ઓપરેશન મામલે ક્રાઈમ બ્રાંચ આરોગ્ય વિભાગના અધિકારીનું નિવેદન લેશે. PMJAY હેઠળ આવતા અધિકારીઓનું નિવેદન લેવામાં આવશે. આરોગ્ય વિભાગના અલગ અલગ 4 અધિકારીનું નિવેદન લેવામાં આવશે. આ કેસમાં પુરાવા નાશની કલમનો ઉમેરો થાય તેવી શક્યતા છે.
આરોપીઓએ ડીજીટલ પુરાવાનો કર્યો નાશ
મુખ્ય 3 આરોપીએ પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કર્યો છે. ચિરાગ રાજપૂતે પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કર્યો હતા. પકડાયેલા આરોપીએ ડિજિટલ પૂરાવા નાશ કર્યા છે. આરોપીઓએ પોતાના પર્સનલ લેપટોપ સંતાડ્યા હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. જો કે ક્રાઈમ બ્રાન્ચે નાણાકીય વ્યવહારની તપાસ પણ હાથ ધરી છે. સરકારી CA દ્વારા હોસ્પિટલના નાણાકીય વ્યવહારની તપાસ કરવામાં આવશે.