Gandhinagar: PSY ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા, એક સાથે 27 જગ્યા પર તપાસ, જુઓ Video

|

Feb 08, 2024 | 1:53 PM

ગાંધીનગરમાં ફરી એક વખત આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે. રાયસણ પ્રતીક મોલમાં PSY ગ્રુપની ઓફિસ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. બેનામી વ્યવહારો થતા હોવાની બાતમીના આધારે આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં રાયસણ પ્રતીક મોલમાં PSY ગ્રુપની ઓફિસ ઉપર આવકવેરા વિભાગે તપાસ શરુ કરી છે. PSY ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગે બોલાવી તવાઈ બોલાવવામાં આવી છે. બંકીમ જોશી અને નિલય દેસાઈ, વિક્રાંતપુરોહિત સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સેક્ટર 8, 21 સહિતના વિસ્તારમાં IT વિભાગની ટીમ ત્રાટકી છે.

આ પણ વાંચો-સુરત : યુવાનોમાં હ્રદયરોગના હુમલાના બનાવમાં વધારો, 24 કલાકમાં બે યુવાનોના મૃત્યુ નિપજ્યા, જુઓ વીડિયો
ગાંધીનગરમાં જ એક સાથે 27 જગ્યા પર તપાસ કરવામાં આવી રહી છે. ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.
 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:41 pm, Thu, 8 February 24

Next Video