Surat : 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી નહીં, જુઓ Video
આજથી નવલી નવરાત્રીની શરુઆત થઈ છે. ત્યારે સુરત શહેરમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી મળી નથી. સાંજ સુધીમાં જો પોલીસની મંજૂરી નહીં મળે તો ગરબાનું આયોજન રદ કરવું પડશે.
આજથી નવરાત્રીની શુભ શરુઆત થઈ છે. ત્યારે સુરત શહેરમાં 15 મોટા કોમર્શિયલ ગરબા આયોજનને અત્યાર સુધી પોલીસની મંજૂરી મળી નથી. સાંજ સુધીમાં જો પોલીસની મંજૂરી નહીં મળે તો ગરબાનું આયોજન રદ કરવું પડશે. પોલીસની મંજૂરી વગર આયોજન શરુ કરાશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સાત ડોમ અને અન્ય પાર્ટીપ્લોટ્સની ફાયર NOCની અરજીને મંજૂરી આપવામાં આવી છે. ફાયર વિભાગે સાત ડોમ અને ઓપન પાર્ટીપ્લોટ્સની અરજી મંજૂર કરી છે. તેમજ મોટા ગરબા આયોજનો થશે ત્યાં ફાયર જવાનો સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
પોલીસ કમિશનરે નવરાત્રી ડોમનું કર્યું નિરીક્ષણ
સુરત શહેરમાં કુલ ત્રણ હજારથી વધુ ગરબાના આયોજન કરવામાં આવ્યાં છે. જેમાં 15 કોમર્શિયલ ગરબા, 27 મોટા ગરબા અને શેરી ગરબાનો સમાવેશ થાય છે. શહેરમાં જ્યાં મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે તે સ્થળની સુરત પોલીસ કમિશનરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રી 2024માં તૈયાર કરેલા ડોમનું પણ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપ્યા. જે બાદ જિલ્લા પોલીસ અધિકારીઓની સાથે બેઠક યોજી અને શહેરમાં યોજાનારા કોમર્શિયલ ગરબા, શેરી ગરબા અંગે ચર્ચા કરી. આ સાથે જ ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક વિભાગના જવાનોને સૂચના આપવામાં આવી છે.