ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jul 26, 2024 | 3:19 PM

છેલ્લા એક સપ્તાહથી ગુજરાતને ધમરોળી રહેલ વરસાદ, હજુ પણ આગામી દિવસોમાં વિરામ લે તેવી કોઈ સંભાવના નથી. ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રીય હોવાથી હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આાગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહેશે.

છેલ્લા એક સપ્તાહથી ગુજરાતને ધમરોળી રહેલ વરસાદ, હજુ પણ આગામી દિવસોમાં વિરામ લે તેવી કોઈ સંભાવના નથી. ગુજરાત ઉપર બે વરસાદી સિસ્ટમ સક્રીય હોવાથી હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આાગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમા સુરત, નવસારી અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.

દક્ષિણ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.