Breaking news : દેશ-દુનિયાની વર્તમાન સ્થિતિને અનુલક્ષી, બાબા બાગેશ્વરે શ્વાન અને મધપૂડા પર પથ્થર મારવાનુ આપ્યું દ્રષ્ટાંત, જુઓ વીડિયો
હંમેશા નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો ફરી વાયરલ થઇ રહ્યો છે.તેમાં ધિરેન્દ્ર શાસ્ત્રી એક ઉક્તિ બોલે છે 'સંઘે શક્તિ કળિયુગે' જે લોકો સંગઠનમાં રહેશે એ જ વિજય થશે.
દેશમાં પ્રવર્તી રહેલ પરિસ્થિતિનું નિરુપણ કરતો બાબા બાગેશ્વરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં, બાબા બાગેશ્વરે સુચક રીતે શ્વાન અને મધપૂડા પર પથ્થર મારવાના પરિણામ શુ હોઈ શકે છે તે દ્રષ્ટાંત સાથે પૂરુ પાડ્યું છે. પ્રસ્તુત વીડિયોમાં ધિરેન્દ્ર શાસ્ત્રી એક ઉક્તિ બોલે છે ‘સંઘે શક્તિ કળિયુગે’ જે લોકો સંગઠનમાં રહેશે એ જ વિજય થશે. ધિરેન્દ્ર શાસ્ત્રી એક વાર્તા કહે છે કે એક માણસ શ્વાનને પથ્થર મારે છે, શ્વાન ત્યાંથી ભાગી જાય છે.પરંતુ એજ પથ્થર મધમાખીના મઘપુડામાં મારે છે તો માણસને ભાગી જવું પડે છે.મધમાખીઓ એકત્રિત હતી એટલે વ્યક્તિએ ભાગી જવું પડ્યુ. આથી ભારતમાં ધર્મ સંસ્કૃતિ બચાવી હશે તો એકત્ર થવું પડશે. આ સુચક વીડિયો દ્વાર ધિરેન્દ્ર શાસ્ત્રી હિંન્દુઓને એક થવાનો સંદેશ આપે છે.
Published on: Aug 13, 2024 03:41 PM