હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં નવરાત્રિ સુધી વરસાદથી નહીં મળે રાહત- Video

|

Sep 21, 2024 | 2:16 PM

રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. રાજ્યમાં નવરાત્રિ સુધી વરસાદથી કોઈ રાહત નહીં મળે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં 25 સપ્ટેમ્બરથી વરસાદ ફરી જોર પકડશે.

રાજ્યવાસીઓેને હજુ નવેમ્બર સુધી વાવાઝોડાથી કોઈ રાહત નહીં મળે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદ વરસી શકે છે. ખેડૂતોએ પણ પાકને લઈને સાવધાન રહેવુ પડશે. 25 સપ્ટેમ્બરથી જ વરસાદ ફરી જોર પકડશે. જે 3 ઓક્ટોબર સુધી વરસાદી રાઉન્ડ યથાવત રહેશે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખાબકી શકે છે 8 થી 10 ઈંચ વરસાદ

વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મધ્ય ગુજરાતમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

કૃષિ પાકમાં રોગ આવવાની અંબાલાલે ભીતિ વ્યક્ત કરી

આ તરફ કૃષિ પાકમાં રોગને લઈને પણ અંબાલાલે ભીતિ વ્યક્ત કરી છે. ભારે પવનને કારણે કૃષિ પરાકો પડી જવાની શક્યતા રહેશે. 36 ડિગ્રી ગરમી પડી શકે છે. કૃષિ પાકોમાં જીવ જંતુ આવવાની શક્યતા રહેશે. આ રોગોના કારણે કૃષિને નુકસાન જશે. જેને લઈને ખેડૂતો સાવધાની રાખે. ઓક્ટોબર અને નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા રહેશે. અંબાલાલે તાકીદ કરી છે કે શાકભાજીમાં જંતુનાશક દવા છાંટવી નહીં.

Input Credit- Ravindra Bhadoria- Gandhinagar

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 2:15 pm, Sat, 21 September 24

Next Video