સુરત : મહાનગર પાલિકાના સાઉથ ઝોનમાંથી બાઈકની ચોરી થઈ, વાહનચોર CCTV કેમેરામાં કેદ થયો, જુઓ વીડિયો
સુરત: મનપાની કચેરીમાંથી બાઇક ચોરીની ઘટના સામે આવી છે. બાઇકચોર ગણતરીના સમયમાં બિન્દાસ્ત વાહનની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. વાહનમાલિક કામ પતાવી કચેરીમાંથી બહાર આવ્યો ત્યારે વાહન નજરે પડ્યું ન હતું. સીસીટીવીની તપાસમાં વાહનચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

સુરત મહાનગર પાલિકાના સાઉથ ઝોનમાંથી બાઈકની ચોરી થઈ હતી. આ ઘટના બાબતે સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગત 16 ફેબ્રુઆરીના રોજ બાઇકની ચોરી થઇ હતી. ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે પણ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો : સુરત : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અભદ્ર ટિપ્પણી કરનાર કોર્પોટરરને થપ્પડ મારવાની માંગ કરાઈ, જુઓ વીડિયો