Rain Update : અમદાવાદમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, અનેક વિસ્તારો થયા પાણી પાણી, જુઓ Video

| Edited By: | Updated on: Sep 27, 2024 | 12:10 PM

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે.

અમદાવાદમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. એસ જી હાઇવે, વેજલપુર, નારણપુરા, જીવરાવ પાર્ક, શાસ્ત્રીનગર, ચાંદલોડિયા, ઘાટલોડિયા, જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે.

મહત્વનું છે કે  હવામાન વિભાગની આગાહી છે કે અમદાવાદમાં હજુ પણ આગામી દિવસોમાં ધોધમાર વરસાદ પડી શકે છે…અમદાવદામાં આગામી દિવસોમાં ભારે વરસાદની પણ શકયતાઓ છે.