Ahmedabad : એરપોર્ટ બહારથી ઝડપાયો 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો, 7 આરોપીઓની અટકાયત, જુઓ Video
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ બહારથી મોટી માત્રામાં હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ બહારથી મોટી માત્રામાં હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો.ટર્મિનલ-2 બહારથી 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. 7 કિલો હાઈબ્રિડ ગાંજો પોલીસે જપ્ત કર્યો છે.
વિદેશથી ગાંજો દેશમાં ઘુસાડવાનાં રેકેટ તપાસ હાથ ધરી
પોલીસે 7 આરોપીઓની અટકાયત કરી છે. 4 શખ્સો વિયેતનામથી આરોપીઓ ગાંજો લાવ્યા હતા. જો કે વિદેશથી ગાંજો દેશમાં ઘુસાડવાનાં રેકેટ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ અગાઉ પણ આ રીતે આરોપીઓ ગાંજો લાવ્યા હોવાનો ખુલાસો થયો છે.
અડાલજ ટોલપ્લાઝા પાસેથી ઝડપાયું ચરસ
બીજી તરફ અમદાવાદના અડાલજ ટોલપ્લાઝા પાસેથી ચરસ ઝડપાયું છે. 10 કિલો ચરસ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી કારમાં ચરસનો જથ્થો લવાતો હોવાનો ખુલાસો થયો છે. સુરૈયાબાનુ, બશીર અહેમદ અને મોહમ્મદ મોહસીન નામના શખ્સોની ધરપકડ છે. તેમજ NCB ના ગુજરાત યુનિટનું ઓપરેશન હાથ ધર્યું છે.