દેવભૂમિ દ્વારકા : ભાણવડના બરડા ડુંગરમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 12, 2024 | 10:22 AM

દેવભૂમિ દ્વારકાના ભાણવડના બરડા ડુંગરમાં આગ લાગી છે. કાનમેરા પર્વતનાં જંગલમાં  ભીષણ આગ લાગી છે. આગના કારણે આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યા હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચ્યુ હતુ.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વાર  દેવભૂમિદ્વારકા પંથકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડના બરડા ડુંગરમાં આગ લાગી છે. કાનમેરા પર્વતનાં જંગલમાં  ભીષણ આગ લાગી છે. આગના કારણે આસપાસ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યા હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચ્યુ હતુ. તેમજ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં
ખંભાળિયા, પોરબંદર, ભાણવડ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જંગલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

બીજી તરફ આ અગાઉ સુરતના પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ મચી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે જોકે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો હતો. નશેનલ હાઇવે નંબર 48 અડીને આવેલ બત્રીસ ગંગા નદી કિનારે ડંપિંગ યાર્ડમાં આ આગ લાગી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો