14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધના કેસમાં 3 રાજ્યમાં તપાસ હાથ ધરી, 3 દિવસના રિમાન્ડ મંજૂર, જુઓ Video

|

Sep 17, 2024 | 4:15 PM

અમદાવાદમાં 14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે. તપાસના તાર ત્રણ રાજ્યો સુધી વિસ્તર્યા છે. તેમજ રાજસ્થાનના શ્રમજીવીના આધાર કાર્ડ પર અનેક બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા.

અમદાવાદમાં 14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવનાર શાહબાઝ વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે. તપાસના તાર ત્રણ રાજ્યો સુધી વિસ્તર્યા છે. જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં રેલવે પોલીસની ટીમ રવાના થઈ છે. હર્ષિત ચૌધરી નામ ધારણ કરી શાહબાઝે 14 યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હતી.

જમ્મુ-કાશ્મીરના ઈસમના નામે વર્ષ 2019થી મોબાઈલ સિમ કાર્ડ વાપરતો હતો.જમ્મુ કાશ્મીરમાં અન્ય કોના-કોના સંપર્કમાં હતો તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના શ્રમજીવી હર્ષિત ચૌધરીના આધાર કાર્ડનો દુરુપયોગ કર્યો હતો.

શ્રમજીવીના આધાર કાર્ડ પર અનેક બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા. શાહબાઝ વિરુદ્ધ રેલવે પોલીસ વધુ એક ગુનો દાખલ કરવામાં આવશે. એક ટીમ ઉત્તરપ્રદેશના અલીગઢમાં તપાસ હાથ ધરશે. આ અગાઉ રેલવે પોલીસે શાહબાઝને સાથે રાખીને અલીગઢમાં તપાસ હાથ ધરી છે. તેમજ આગળની તપાસ માટે શાહબાઝના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવાયા છે.

Next Video