Gujarati Video : ચોટીલા હાઈવે પર કારખાનેદારને મારી નાખવાની ધમકી સાથે માગી લાખો રુપિયાની ખંડણી, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
સુરેન્દ્રનગરના કારખાનેદારને મારીનાખવાની ધમકી મળી છે. ચોટીલા હાઈવે પર આવેલા કારખાનામાં ઘૂસીને કારખાનેદારને મારી નાખવાની ધમકી સાથે કેટલાક તત્વોએ ખંડણી માગી છે.
રાજ્યમાં અનેકવાર ખંડણી ( Extortion ) માગવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે. સુરેન્દ્રનગરના કારખાનેદારને મારી નાખવાની ધમકી મળી છે. ચોટીલા હાઈવે પર આવેલા કારખાનામાં ઘૂસીને કારખાનેદારને મારી નાખવાની ધમકી સાથે કેટલાક તત્વોએ ખંડણી માગી છે. જેને લઈ કારખાનેદાર અશોક કરજરીયાએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : Surendranagar : ચોટીલા હાઈવે પર મામલતદાર કચેરી નજીક અકસ્માત, ઢાળ પર મૂકેલું ડમ્પર આવતા 2 યુવકના મોત, જુઓ Video
આરોપીઓ કારખાનામાં ઘૂસીને ઝપાઝપી કરતા હોય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં એક શખ્સ લાકડી સાથે જોવા મળે છે. ફરિયાદી અશોક કરજરીયાની વાત માનીએ તો, અજાણ્યા શખ્સોએ તેમને માર મારીને રૂપિયા 5 લાખ માગ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ હવે ચોટીલા પોલીસ CCTVના આધારે આરોપીઓની શોધખોળ ચલાવી રહી છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો