Sabarkantha : બાળકોના જીવનનું ઘડતર કરનાર ગુરુઓ નીકળ્યા લોભિયા ! BZ કેમ્પસમાં યોજાયેલા શિક્ષકોની બદલીનો કેમ્પને લઈને વિવાદ, જુઓ Video
સાબરકાંઠાના BZ ગ્રુપમાં સરકારી શિક્ષકોની સંડોવણી મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જિલ્લા શિક્ષણ વિભાગે તાલુકા શિક્ષણાધિકારીઓને પણ સૂચના આપી છે. BZ સાથેની પ્રવૃતિઓમાં જોડેયાલા શિક્ષકોની વિગતો મેળવી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ શિક્ષણાઅધિકારીનું કહેવુ છે.
સાબરકાંઠાના BZ ગ્રુપમાં સરકારી શિક્ષકોની સંડોવણી મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જિલ્લા શિક્ષણ વિભાગે તાલુકા શિક્ષણાધિકારીઓને પણ સૂચના આપી છે. BZ સાથેની પ્રવૃતિઓમાં જોડેયાલા શિક્ષકોની વિગતો મેળવી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ શિક્ષણાઅધિકારીનું કહેવુ છે. ફોટો-વીડિયો સહિતના પુરાવા હાથ લાગશે તો કાર્યવાહી કરવામાં આવશે.
ભૂપેન્દ્ર ઝાલાની શૈક્ષણિક સંસ્થામાં શિક્ષકોની બદલીનો પણ કેમ્પ યોજાયો હતો. 10 દિવસ અગાઉ જ ગ્લોબલ કેમ્પસમાં બદલી કેમ્પ યોજાયો હતો. 2 હજાર શિક્ષકોને BZ કેમ્પસના નામે કોલ લેટર પણ મોકલાયા હતા.
શિક્ષકોની બદલીનો કેમ્પને લઈને વિવાદ
બીજી તરફ BZ કેમ્પસમાં સરકારી કાર્યક્રમ આયોજન કરાતા વિવાદ સર્જાયો છે. શિક્ષણાધિકારીને BZ કેમ્પસમાં કેમ્પ યોજવામાં કેમ રસ હતો સહિતના અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. DEO કચેરી નજીક હોવાછતાં BZ કેમ્પસને કેમ પસંદ કરાયું ? કૌભાંડીની સંસ્થાનો સરકારી કાર્યક્રમ માટે ઉપયોગ કરાતા વિવાદ સર્જાયો હતો.
કૌભાંડીની સંસ્થાનો સરકારી કાર્યક્રમ માટે ઉપયોગ કરાતા વિવાદ સર્જાયો છે. જિલ્લાના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ સામે પણ સવાલો ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણાઅધિકારી અચાનક જ રાજા પર ઉતરતા વિવાદ વધુ વકર્યો છે.
( વીથઈનપુટ – અવનીષ ગોસ્વામી, સાબરકાંઠા )