ભારે વરસાદના એલર્ટને લઇને CM ભૂપેન્દ્ર પટેલ સતત વહીવટી તંત્ર સાથે સંપર્કમાં, વધુ 7 જિલ્લા કલેકટર સાથે ટેલીફોનિક કરી વાતચીત, જુઓ Video

|

Aug 26, 2024 | 10:33 AM

CMએ મોડી રાત્રે રાજ્યના વધુ સાત જિલ્લા કલેકટર સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગત મેળવી ભારે વરસાદવાળા જિલ્લાઓને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચના આપી હતી. 

રાજ્યમાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ પર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ મોડી રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગતો મેળવી હતી.

CMએ મોડી રાત્રે રાજ્યના વધુ સાત જિલ્લા કલેકટર સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગત મેળવી ભારે વરસાદવાળા જિલ્લાઓને આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચના આપી હતી.

સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગના કલેકટરોનો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી.

મહત્વનું છે કે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ પર અમિત શાહની પણ નજર છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે CM અને હર્ષ સંઘવી સાથે વાતચીત કરી હતી. વરસાદની સ્થિતિને અંગે જાણકારી મેળવી
પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ મદદનો ભરોસો અપાવ્યો હતો.

Published On - 10:30 am, Mon, 26 August 24

Next Video