Dang News: સાપુતારામાં ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ, પૂરના પાણીમાં તણાયો ટેમ્પો, જુઓ Video
ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદી પરના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. અંબિકાના પૂરના પાણીમાં ટેમ્પો તણાયો હોવાની ઘટના સામે આવી છે. ઉગાચિચપાડથી આંબાપાડા જતા માર્ગ પર ટેમ્પો તણાયો હોવાની ઘટના બની હતી.
ડાંગમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદથી અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદી પરના લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. અંબિકાના પૂરના પાણીમાં ટેમ્પો તણાયો હોવાની ઘટના સામે આવી છે. ઉગાચિચપાડથી આંબાપાડા જતા માર્ગ પર ટેમ્પો તણાયો હોવાની ઘટના બની હતી. ટેમ્પોમાં સવાર ડ્રાઈવર અને ક્લિનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ તણાયેલા ટેમ્પામાંથી બંનેને બહાર કાઢ્યા છે.
ગીરાધોધનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપમાં
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાના આહવા, સુબિર અને વઘઇ તાલુકામાં જામ્યો વરસાદી માહોલ જોવા મળ્યો છે. ડાંગના ગિરિમથક સાપુતારામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાપુતારામાં વરસાદના કારણે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ચીખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ગીરાધોધ પણ રૌદ્ર સ્વરુપમાં જોવા મળ્યો છે.