Ayushman Card News : વડોદરાના આયુષ્યમાન કાર્ડના લાભો અંગે ફરિયાદો બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાની આઠ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. પાલિકા અને રાજ્યના આરોગ્ય વિભાગની ટીમની ચેકિંગમાં ક્ષતિઓ ઝડપાઈ છે. કીમો થેરાપી અને દવાના ઓવરડોઝ અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આયુષ્યમાન કાર્ડ હોવા છતાં રોકડ રકમ લઈને રીસીપ્ટ નહીં અપાતી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. હિમાલયા કેન્સર હોસ્પિટ, બેન્કર હાર્ટ હોસ્પિટલ, ટર્નિંગ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ અંજના હોસ્પિટલ, નાઇક હોસ્પિટલ, નારાયણ સ્મૃતિ હોસ્પિટલનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત SMH હોસ્પિટલ અને વાઈટલ હોસ્પિટલમાં પણ નાની મોટી ક્ષતિઓ બહાર આવી છે.